![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2023/08/27-21.jpg)
પાટણના ડેર ગામે આરોગ્ય સાથે ચેડા કરતા ડિગ્રી વગરનો ડોકટર ઝડપાયો
ગુજરાતમાં અનેક જગ્યાઓએ નકલી ડોક્ટર બનીને દર્દીઓના આરોગ્ય સાથે ચેડાં કરતાં લોકોની ધરપકડ થઈ હોવાના કિસ્સા સામે આવતા હોય છે.પાટણ તાલુકા ડેર ગામમાં આવી જ રીતે નકલી ડોક્ટર બનીને ક્લિનિક ચલાવતા ઠાકોર લાલજી અમરાજી સામે બાલીસણા પોલીસ સ્ટેશનમાં તાલુકા હેલ્થ ઓફિસર દ્વારા ફરિયાદ નોંધાવી છે
પાટણ તાલુકાના ડેર ગામે ઠાકોર લાલજી અમરાજી ઊગમણોવાસ ખળી સિદ્ધપુર વાળો ડોક્ટરની ડિગ્રી વગર ક્લિનિક ચલાવી રહ્યા છે અને દર્દીઓને દવાઓ અને ઈન્જેક્શન આપીને પોતે આર્થિક લાભ મેળવી રહ્યા છે. માહિતીના આધારે ડેર ગામે દુકાનમાં તાપસ કરતા જ્યાંથી લાલજી અમરાજી ઠાકોર નામના વ્યક્તિની ઝડપાયો આ વ્યક્તિ કોઈ પણ પ્રકારની ડોક્ટરની ડિગ્રી વગર લોકોને એલોપેથિક દવાઓ આપતો હતો. પોલીસને ક્લિનિક માંથી જુદી જુદી બ્રાન્ડની દવા તથા સીરપ તથા સીરપની બોટલો સ્કોપ તથા બીપી માપવાના સાધન સાથે કુલ 1803.24 રૂપિયાનો મુદ્દામાલ મળી આવ્યો હતો.જેને લઈ તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર અલ્કેશ સોહલ એ બાલીસણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.