પાટણના સિદ્ધપુર ખાતે જિલ્લા કક્ષાનો રોજગાર ભરતી મેળો યોજાશે

પાટણ
પાટણ

પાટણ જિલ્લાના રોજગારવાંચ્છુ ઉમેદવારોને રોજગારી મળી રહે તે માટે રોજગાર ભરતીમેળાનું આયોજન કરવામાં આવે છે. જિલ્લામાં ખાનગીક્ષેત્રના નોકરીદાતાઓ દ્વારા રોજગાર ભરતી મેળાના માધ્યમથી ભરતી કરવા માટે જિલ્લા કક્ષાના રોજગાર ભરતી મેળાનું આયોજન જિલ્લા રોજગાર વિનિમય કચેરી પાટણ તથા યુનિવર્સિટી રોજગાર માહિતી અને માર્ગદર્શન કેન્દ્ર, પાટણ દ્વારા ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટી સિધ્ધપુર ખાતે ઓડીટોરીયમ હોલમાં તા.25.07.2023 ના રોજ સવારે 9.00 કલાકે યોજવામાં આ રોજગાર ભરતી મેળામાં ધોરણ 10/12/આઇ.ટી.આઇ પાસ/ડિપ્લામા/ડિગ્રી/ગ્રેજ્યુએટ/પોસ્ટ ગ્રેજ્યુએટ સુધીની લાયકાત ધરાવતા રોજગારવાંચ્છુ ઉમેદવારો ઉપસ્થિત રહી શકશે. સિધ્ધપુર ખાતે આયોજીત રોજગાર ભરતીમેળામાં વય મર્યાદા 18 થી 35 ની રહેશે. આ જિલ્લા કક્ષાના રોજગાર ભરતી મેળામાં ખાનગીક્ષેત્રના નોકરીદાતાઓ હાજર રહી તેમની ખાલી જગ્યાઓ માટે સ્થળ પર પ્રાથમિક પસંદગી કરશે.

 


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.