પાટણના ખાલકપુરા કુંભારવાસમાં જજૅરીત મકાન ધરાશાયી

પાટણ
પાટણ

પાટણ શહેરના વોર્ડ નંબર 10 વિસ્તાર માં આવેલ ખાલકપરા કુંભારવાસમાં જર્જરીત બનેલ ઈશ્વરલાલ ચુનીલાલ પ્રજાપતિનું મકાન છેલ્લા બે દિવસથી પાટણ શહેરમાં પડી રહેલા મુશળધાર વરસાદના પગલે મંગળવાર ની વહેલી સવારે ધરાસાઈ બનતા અફરા તફરી નો માહોલ સર્જાયો હતો. જોકે મકાન ધારાસાઈ થયું ત્યારે વિસ્તારમાં કોઈની અવર-જવર ન હોય તેમજ જજૅરિત મકાન પણ બંધ હોવાના કારણે કોઈ જાનહાનિ ન થતાં વિસ્તારના રહિશો સહિત તંત્ર એ રાહત અનુભવી હતી.છેલ્લા ત્રણ દિવસથી પાટણ શહેરમાં ભારેથી અતિભારે પડી રહેલા વરસાદના કારણે જર્જરીત બનેલા મકાનો જોખમ રૂપ બન્યા છે. ત્યારે સોમવારે પડેલા ભારે વરસાદના કારણે શહેરના વોર્ડ નંબર 10 વિસ્તારમાં આવતા ખાલકપરા કુંભારવાસમાં ઇશ્વરભાઇ ચુનીલાલ પ્રજાપતિ નું જર્જરીત બનેલ મકાન વહેલી સવારે ધરાસાઈ બનતા મહોલ્લાના રહીશોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો. જોકે મકાન ધરાસાઈ થવાની ઘટનામાં કોઈ જાનહાની ન થતા રહીશોએ તેમજ તંત્રએ રાહતનો દમ લીધો હતો. તો જર્જરીત બનેલ મકાન થરાસાઈ થયું હોવાના બનાવની જાણ પાલિકા પ્રમુખ હિરલબેન અજયભાઈ પરમાર તેમજ આ વિસ્તારના કોર્પોરેટરોને થતા તેઓએ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ધરાસાઈ બનેલ મકાનનો કાટમાળ દૂર કરવા માટે પાલિકા કર્મચારીઓને આદેશ આપી આવા જર્જરીત અને પડવાના વાકે ઉભેલા મકાનો થી સચેત રહેવા રહીશોને અપીલ કરી હતી. સાથે સાથે શહેરમાં પડવાના વાંકે ઉભેલા જર્જરીત મકાનો મામલે પણ પાલિકાની ટીમને સૂચના આપી આવા જર્જરીત મકાનો કોઈ જાનહાનિ કે નુકસાન ન પહોંચાડે તે બાબતે લોકોને જાગૃત રહેવા જણાવ્યું હતું.


છેલ્લા ત્રણ દિવસથી પાટણ શહેર અને જિલ્લામાં મેઘરાજા મુશળધાર પણે વરસી રહ્યા છે જેના કારણે નીચાણવાળા વિસ્તારો વરસાદી પાણી થી જળબંબાકાર બનતા લોકોની મુશ્કેલીઓ વધી છે. ત્યારે શહેરીજનોની મુશ્કેલીઓ દુર કરવા પાટણ પાલિકાના નવનિયુક્ત પ્રમુખ હિરલબેન અજયભાઈ પરમાર અને ઉપપ્રમુખ હિનાબેન શાહ સહિતના કોર્પોરેટરો કટિબદ્ધ બની વરસાદી પાણીના નિકાલ માટેની વ્યવસ્થા કરાવી રહ્યા છે. સાથે સાથે વરસાદી પાણી ની સમસ્યા ભોગવી રહેલા વિસ્તારોની પણ રૂબરૂ મુલાકાત લઇ પાલિકા પ્રમુખ-ઉપપ્રમુખ સહિત તેઓની ટીમ શહેરીજનોની મુશ્કેલી દૂર કરવા હૈયા ધારણા આપી રહ્યા છે.વરસાદના કારણે શહેરમાં ટેલીફોન એક્સચેન્જ નજીક આવેલ ભોલેનાથ સોસાયટીના રહીશો ની સમસ્યાને ધ્યાનમાં રાખીને મંગળવારે પાલિકા પ્રમુખ, ઉપપ્રમુખ અને આ વિસ્તારના કોર્પોરેટરો સહિત પાલિકા ટીમે સોસાયટી વિસ્તારની મુલાકાત લઈ રહિશો ની સમસ્યા જાણી તેના નિરાકરણની હૈયાધારણા આપી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.