પાટણમાં પ્રજાપતિ સમાજદ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ
શ્રી પદ્મનાભ પ્રીમિયર લીગ ક્રિકેટ ટુર્નામેન્ટમાં પાટણ પ્રજાપતિ જ્ઞાતિ સમાજના યુવાનોની છ ક્રિકેટ ટીમોએ ભાગ લીધો હતો. ફાઇનલ મેચ જય હરિ ઇલેવન અને ડિમેટ્રિક ઇલેવન વચ્ચે રમાઈ હતી. જેમાં જય હરિ ઇલેવને પ્રથમ બેટિંગ કરી 12 ઓવરમાં 9 વિકેટ સાથે 113 રન બનાવ્યા હતા. જયારે ડિમેટ્રીક ઇલેવન એ પણ 12 ઓવરમાં 9 વિકેટે 113 બનાવતા બંને ટીમો વચ્ચે સુપર ઓવર રમાઈ હતી, જેમાં પ્રથમ બેટિંગ ડિમેટ્રિક ઇલેવને કરી એક ઓવરમાં 1 વિકેટ સાથે 9 રન બનાવ્યાં હતા. જયારે જય હરી ઈલેવને પણ એક ઓવરમાં વિના વિકેટે 9 રન બનાવતા તેને વિજેતા ધોષિત કરી વિજેતા ટ્રોફી એનાયત કરવામાં આવી હતી. મેન ઓફ ધ મેચ અને મેન ઓફ ધ ટુર્નામેન્ટ બ્રિજેશ પ્રજાપતિ તેમજ બેસ્ટ બેસ્ટમેન ટુર્નામેન્ટ ક્રિમલ પ્રજાપતિ ને ટ્રોફી એનાયત કરવામાં આવી હતી.
પાટણ પ્રજાપતિ સમાજના પીપીએલ ગ્રુપ દ્વારા સમાજના યુવા ક્રિકેટ ખેલાડીઓ માટે આયોજિત કરાયેલી શ્રી પદ્મનાભ પ્રીમિયર લીગ ક્રિકેટ ટુર્નામેન્ટની વિજેતા ટ્રોફી અને કોલ્ડ્રીંક્સના સ્પોન્સર સ્વામી ટ્રેડિંગ કોકાકોલા ડિસ્ટ્રીબ્યુટર પરિવાર દ્વારા એનાયત કરવામાં આવી હતી.