રાધનપુરમાં સર્કિટ હાઉસ ખાતે કોંગ્રેસ કારોબારીની બેઠક યોજાઈ

પાટણ
પાટણ

પાટણ જિલ્લા નાં રાધનપુર ખાતે આવેલ વિશ્રામ ગૃહ માં યુવક કોંગ્રેસ ની કારોબારી બેઠક નું આજરોજ આયોજન કરવામાં આવ્યું હતું. વિશ્રામ ગૃહ રાધનપુર મુકામે પાટણ જીલ્લા યુવક કોંગ્રેસની કારોબારી બેઠક માં ગુજરાત પ્રદેશ યુવક કોંગ્રેસના પ્રમુખ હરપાલસિંહ ચુડાસમા અને રાધનપુરના પૂર્વ ધારાસભ્ય રઘુભાઈ દેસાઈની વિશેષ ઉપસ્થિતિમાં બેઠક યોજાઈ હતી. બેઠક માં વિવિધ મુદ્દાઓ અને સંગઠન ને લઇને રણનીતિ ચર્ચાઓ કરાઈ હતી.

યુવક કોંગ્રેસના આગામી કાર્યક્રમોની રણનીતિ, સંગઠન મજબુત બનાવવા નવીન કાર્યક્રમો અને લોકસભા તેમજ આવનારી નગર પાલિકા ની ચુંટણી અંગે તેમજ વિવિધ કાર્યક્રમો અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.જેમાં કોંગ્રેસ સમિતિ નાં તમામે ફ્રન્ટલ હાજર રહ્યા હતા.જેમાં યુથ કોંગ્રેસ,મહિલા કોંગ્રેસ,સેવાદળ,NSUI,પદાધિકારીઓ,સિનિયર કોંગ્રેસ નાં આગેવાનો,જેમાં યુવક કોંગ્રેસના પદાધિકારીઓ, જિલ્લા મહિલા કોંગ્રેસ સમિતિ પ્રમુખ, સહિત યુથ કોંગ્રેસના કાર્યકરો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.