સિદ્ધપુર બાર એસોસિએશન દ્વારા SDMને આવેદનપત્ર પાઠવાયું
સુરતના જાણીતા ધારાશાસ્ત્રી મેહુલ બોઘરા ઉપર પોલીસે કરેલ હુમલા બાદ તેઓની ઉપર કરાયેલી ખોટી ફરીયાદને મામલે સિધ્ધપુર બાર એસોસિયેશને વિરોધ નોધાવી પોલીસ દ્વારા કરાતી મનમાની રોકવાની માગ સાથે સિધ્ધપુર પ્રાંત અધિકારીને આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું હતું.
સિધ્ધપુર બાર એસોસિયેશને ઉપરોક્ત મામલે બુધવારે મીટીંગ યોજી સવૉનુમતે ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. જેમાં સુરત બાર ના વકીલ મેહુલભાઈ બોઘરા ના ઉપર સુરત પોલીસ દ્વારા હુમલો કરી લોકશાહીની હત્યા કરી મેહુલ બોધરા વિરૂધ્ધ રાયોટીંગ જેવી આઈ.પી.સી. ની ગંભીર ધારાઓ મુજબનો ગુનો દાખલ કરી કાયદાના વિદ્વાન ધારાશાસ્ત્રી નાઅવાજને દબાવવા સારૂ થઈને અમાનુષી અત્યાચાર ગુજારી માર મારવામાં આવેલ અને કાયદા વિરૂધ્ધ જઈ ખોટી ફરીયાદ દાખલ કરેલ છે. જે નાગરિકના મૌલિક અધિકારોનું હનન કરેલ હોઈ પોલીસના આવા અધમ કૃત્યને સિધ્ધપુર બાર એસોસીએશનના સદસ્યો સખત શબ્દોમાં વખોડીએ છીએ.અને રાષ્ટ્રપતિ ને તેમજ ચીફ જસ્ટીસને આવા પોલીસ ના કૃત્ય વિરૂધ્ધ કાયદેસર કાયૅવાહી કરવા સારૂ પ્રાંત અધિકારી મારફતે રાષ્ટ્રપતિ ને પહોંચાડવા તેમજ સિધ્ધપુરના પ્રિન્સીપાલ સીવીલ જજ મારફતે ચીફ જસ્ટીસ હાઈકોર્ટે ઓફ ગુજરાત ને આવેદનપત્ર પાઠવી મેહુલ બોધરા વિરૂધ્ધ કરેલ ફરીયાદ તાત્કાલિક ધોરણે પાછી ખેંચવામાં આવે તેમજ ગુનાહિત કૃત્યમાં સંડોવાયેલા જે તે પોલીસ અધિકારી વિરૂધ્ધ ધોરણસર ની કાર્યવાહી કરવામાં આવે તેવી આવેદનપત્ર ના માધ્યમથી સિધ્ધપુર બાર એસોસિયેશને માગ કરી હોવાનું જાણવા મળ્યું છે.