પાટણનાં શ્રીદેવ કોમ્પ્લેક્ષની દુકાનનો કબજો કરી રૂ.15 લાખ માંગતા ફરીયાદ નોંધાઈ

પાટણ
પાટણ

પાટણ શહેરનાં સ્ટેશન રોડ ઉપરની શ્રીદેવ કોમ્પ્લેક્ષમાં પ્રથમ માળે આવેલી દુકાન નં. એફ-24ને પોતાની માલિકીની ન હોવા છતાં એક વ્યક્તિએ દુકાનદાર પ્રકાશકુમાર પુનમચંદ શાહ રે. આશિષ સોસાયટી, કોલેજ રોડ, પાટણવાળાને તેમની દુકાન વેચાણ કરવા માટે ખોટી નોટરી દસ્તાવેજ કરીને કબજા પાવતી બતાવીને તેનો ખરા તરીકે ઉપયોગ કરીને અન્ય બે વ્યક્તિઓને આપી દીધી હતી.

આ બંને જણાઓએ પ્રકાશ શાહનાં કબજાની દુકાનનાં શટરનું તાળું તોડીને દુકાનમાં ગેરકાયદેસર અપપ્રવેશ કરીને દુકાન પર પોતાનો કબજો કરી તથા તેમની અલગ ફર્મનું બોર્ડ લાગવીને મિલકત પચાવી પાડીને પ્રકાશ શાહ પાસેથી મોટી રકમ પડાવવા માટે રૂ।.15 લાખની માંગણી કરી હોવાનો આક્ષેપ કરતી ફરીયાદ પ્રકાશ શાહે બી-ડીવીઝન પોલીસ મથકે નોંધાવતાં પોલીસે ત્રણ શખ્સ સામે ગુનો નોંધ્યો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.