પાટણમાં ST ડેપોમાં બોડી ચેકઅપ કેમ્પ યોજાયો

પાટણ
પાટણ

પાટણ એસટી બસ ડેપોમાં શહેરની સંકુઝ હોસ્પિટલ દ્વારા બોડી ચેકઅપ કેમ્પ યોજાયો હતો. જેમાં 146 કર્મચારીઓએ લાભ લીધો હતો. પાટણ ડેપોના 30 કર્મચારીને 300થી વધારે ડાયાબિટીસ આવતા ડોક્ટરની દવા લેવા તાકીદ કરી હતી.પાટણ એસ.ટી.ડેપોમા સંકુઝ હોસ્પિટલ દ્વારા ડેપોમાં કર્મચારીઓના બોડી ચેકઅપનો કેમ્પ ગતરોજ યોજાયો હતો.પાટણ ડેપોના ડ્રાઇવર કંડકટર અને વર્કશોપના સ્ટાફ મળી 146 કર્મચારીએ લાભ લીધો હતો. ત્યારે આ કેમ્પમાં ડાયાબિટીસ બીપી ઓક્સિજન પલ્સ વજનનો ચેકઅપ કરવામાં આવતો હતો. ત્યારે ડાયાબિટીસ 300થી વધુ થઈ ગયેલા 30 કર્મચારી ધ્યાને આવ્યા હતા. અને બીપીમાં 200 પ્લસ થઈ ગયેલા 10 કર્મચારી ધ્યાને આવ્યા હતા.ઓક્સિજનમાં 100 પ્લસ બે કર્મચારી ચેકઅપમાં જણાયા હતા. અન્ય કર્મચારીઓ નોર્મલ સ્થિતિમાં જોવા મળ્યા હતા. જેમાં ડાયાબિટીસ અને બીપી પલ્સ આવનાર કર્મચારીને ડોક્ટરે દવા લખી આપી હતી અને તેમનું ફિઝિશિયન મારફતે ચેકઅપ કરાવવા સૂચન કર્યા હતા.આ અંગે એસ.ટી ડૉક્ટર ડો અતુલભાઈ શાહ, સંકુઝ હોસ્પિટલના ડો. ધવલભાઇ ડોડીયા અને હોસ્પિટલની લેબોરેટરી ટિમ, પાટણ ડેપોના મેનેજર વિપુલભાઈ રાવળ, એ.ડબ્લ્યુ. મનોજભાઈ મહંત, ડેપોના ટી.આઈ ગોસ્વામી,એ.ટી.આઈ ઈન્દ્રજીતસિંહ, એસ.ટીના ત્રણે યુનિયનો પદાધિકારીઓ હાજર રહ્યા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.