બિપરજોય વાવાઝોડાની મુશકેલીઓમાં સમી તાલુકાના બાસ્પા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં થયો બાળકનો જન્મ

પાટણ
પાટણ

સમગ્ર રાજ્ય સાથે પાટણ જિલ્લામાં પણ બિપરજોય વાવાઝોડાને કારણે છેલ્લા બે દિવસથી લોકોમાં ભય અને ઉચાટની લાગણી જોવા મળી રહી છે. આવી પરિસ્થિતિમાં પણ સારા સમાચારો આવીને મો પર સ્મિત રેલવાનું કામ કરતા હોય છે. બિપરજોય વાવાઝોડાની મુશકેલીઓની વચ્ચે આરોગ્ય વિભાગ પાટણ દ્વારા સરસ કામગીરી થઈ રહી છે.

આરોગ્યની ટીમ માંડવી ગામે સગર્ભા બહેનોની તપાસણી માટે ગઈ ત્યારે પ્રવીણાબેનને જોતાંજ ક્ષય અધિકારીડૉ. ડી.એન.પરમારે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, બાસ્પા સારવાર અર્થે દાખલ થવા જણાવ્યું. ત્યારબાદ પ્રવીણાબેનના પરિવારને પણ સમજાવતા પ્રવીણાબેનને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, બાસ્પા ખાતે સારવાર અર્થે લઈ જવામાં આવ્યા. સાંજનો સમય થઈ ગયો તેવા સમયે વરસાદ સાથે પવન ફૂંકાવા લાગ્યો તેવા ભયજનક વાતાવરણમાં આરોગ્ય સ્ટાફની હૂંફના લીધે પ્રવીણાબેનને હિંમત બંધાઈ ત્યારબાદ ડૉ. ડી.એન.પરમાર અને આરોગ્યની ટીમ દ્વારા સગર્ભા બેનની ડિલિવરી કરાવતા તંદુરસ્ત બાળકને જન્મ આપતાં પ્રવીણાબેનના પરિવાર સહિત સૌ એ હાશકારો અનુભવ્યો હતો. હવે વાયુ સંપૂર્ણ તંદુરસ્ત છે તેમનું વજન 2.600 kg છે.

“પ્રવીણાબેનની નોર્મલ ડિલિવરી થવાથી ડૉ. ડી.એન.પરમાર અને આરોગ્યની ટીમને ધન્યવાદની સાથે આશીર્વાદ આપતા દાદીએ જણાવ્યું કે, “ચાલુ વરસાદ સાથે વાવાઝોડું પતરાઓનો ઉડવાનો આભાસ આવી પરિસ્થિતિમાં નોર્મલ ડિલિવરી કરાવવા બદલ હુ તમામ આરોગ્ય કર્મચારી,ઓફિસર તથા આશા બહેનનો આભાર માનું છું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.