પાટણની રાણકીવાવ સંકુલમાં રૂ.18 કરોડનાં ખર્ચે થ્રીડી પ્રોજેક્શન પ્રોજેક્ટ સ્થપાશે

પાટણ
પાટણ

પાટણ શહેરની વિશ્વ વિરાસત રાણીની વાવમાં વર્ષે દહાડે સાડા ત્રણથી ચાર લાખ જેટલા પ્રવાસીઓ આવતા હોવાથી અને પુરાતત્વ વિભાગને કરોડોની વાર્ષિક આવક થાય છે. ત્યારે હવે પાટણનાં આ પ્રવાસન અને પુરાતત્વિય સ્થાપત્યનાં વિકાસમાં એક નવું મોર પીંછ ટૂંક સમયમાં ઉમેરાવા જઈ રહ્યું છે. ગુજરાત પ્રવાસન વિભાગ દ્વારા પાટણની વિશ્વ વિરાસત રાણીની વાવ ખાતે ‘થ્રી ડી પ્રોજેક્શન, મેપિંગ શો અને હેરિટેજ લાઈટીંગનો પ્રોજેક્ટ શરુ કરી શકે છે. જેથી વધુમાં વધુ પ્રવાસીઓને આકર્ષી શકાય.

પાટણની વિશ્વ વિરાસત રાણીની વાવનાં વિકાસ અને વધુમાં વધુ પ્રવાસીઓ પાટણમાં આવે તેવા શુભાશયથી ટુરિઝમ કોર્પોરેશન ઓફ ગુજરાત દ્વારા રાણીનીવાવ સંકુલમાં મુલાકાતીઓને રાણીનીવાવનાં સ્થાપત્યને થ્રી ડી ઇમેજ દ્વારા ઉજાગર કરી શકાય તથા ભવ્ય રોશની લાઇટીંગ અને મેપિંગ શો દ્વારા જાણકારી આપી શકાય તે હેતુથી રૂ. 18,83,74,461નાં સંભવિત ખર્ચે થ્રિડી પ્રોજેકસન મેપિંગ શો અને હેરિટેજ લાઇટીંગનો પ્રોજેક્ટ સ્થાપિત કરવા ઇચ્છે છે.

આ સુચિત પ્રોજેક્ટ માટે ગુજરાત પ્રવાસન કોર્પોરેશન દ્વારા આ પ્રોજેક્ટનાં એસઆઇટીસી અને ઓપરેશન, મેન્ટેનન્સ અને ડેવલપમેન્ટ માટે એજન્સી નિમવા માંગે છે. આ એજન્સી પાંચ વર્ષ માટે આ પ્રોજેક્ટનું સંચાલન કરી શકે તેવી શરતો સાથે ટેન્ડર પ્રક્રિયા કરવા જઇ રહી છે અને તે માટે આજે ટેન્ડર પણ જારી કર્યુ હતું. ટુરિઝમ કોર્પોરેશન આફ ગુજરાત દ્વારા યુનેસ્કો દ્વારા પ્રમાણિત વર્લ્ડ હેરિટેજ સાઇટ પાટણની રાણીની વાવ ખાતે 3 ડી પ્રોજેક્શન અને મેપિંગ તથા હેરિટેજ લાઇટીંગ માટે પાંચ વર્ષ માટે રસ ધરાવતા બિડર્સ અને એજન્સીઓ પાસેથી ટેન્ડરો મંગાવ્યા છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.