પાટણ એસએમવીએસ સ્વામિનારાયણ મંદિરના 8મો વાર્ષિક પાટોત્સવની ઉજવણી કરવામાં આવી
પાટણ એસએમવીએસ સ્વામિનારાયણ મંદિરનો 8મો વાર્ષિક પાટોત્સવ યોજાયો. પાટણ રૂની રોડ ઉપર આવેલા એસએમવીએસ સ્વામિનારાયણ મંદિરના ભગવાન સ્વામિનારાયણને બિરાજમાન કર્યાના આજે 8માં વર્ષની ઘામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે ધર્મ સ્વામી દ્વારા કથા વાર્તાનો લાભ આપવામાં આવ્યો હતો. ધર્મ સ્વામીએ જણાવ્યું હતું કે, સત્સંગમાં આવવાથી જીવનમાં પરિવર્તન આવે છે તમારા જીવનમાં જે દોષ રહેલા છે તેને ટાળવાનું કામ સત્સંગ છે, રોજ નિજ મંદિર દર્શન કરો, ઘર સભા કરો, દેવ મંદિરે જાવ આનાથી તમારા પોતાના દોષ ગુણ દૂર થાય છે અને સત્સંગી જીવન બને છે અને તમે પોતે પ્રભુ સમીપ બની જાવ છો.
સૌથી મોટો પરોપકાર એ છે કે, સત્સંગ થકી પ્રભુને પામવાનો સરળ રસ્તો એ સત્સંગ જ છે આ પ્રસંગે સમૂહ આરતીનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. અને ભગવાન સ્વામિનારાયણની સંતો દ્વારા પૂજન વિધિ તથા પુષ્પવર્ષા કરી મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે પાટણ એસએમવીએસ સ્વામિનારાયણ મંદિરના સત્સંગ સ્વામી તથા સંતો અને હરિભક્તો દ્વારા મહોત્સવની ઉજવણીની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી અને દરેક હરિભક્તોએ ભગવાનનો પ્રસાદ લઈ ધન્યતા અનુભવી હતી.