પાટણમાં 7 બટાલિયન ગુજરાત મહેસાણા દ્વારા કેમ્પમાં વિદ્યાર્થીઓને, પરેડ ડ્રિલ,સહિત હથિયારની 2.2 પોઇન્ટ ટ્રેનિંગ અપાઈ
પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના બોયસ હોસ્ટેલ ખાતે સેવન ગુજરાત બટાલિયન મહેસાણા દ્વારા દસ દિવસનો કેમ્પ ચાલી રહ્યો છે.જેમાં પાટણ અને મહેસાણાના 350 વિદ્યાર્થી વિદ્યાર્થીનીઓ ભાગ લઈ રહી છે. સેવન ગુજરાત બટાલિયન મહેસાણા -પાટણ અને મહેસાણા જિલ્લામાં ધો 10માં NCC સાથે જોડાયેલા 350 વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનિઓ NCC કેમ્પ કર્નલ વિક્રમ મહેતા ની અધ્યક્ષતા માં 10 દિવસ કેમ્પ ચાલશે જેમાં NCC માં જોડાયેલા વિદ્યાર્થીઓ ને સુરદાર મેજર સંજીવ કુમાર સહિત એન ઓ ઓફિસર અને પી આઈ સ્ટાફ દ્વારા મોર્નિંગ પીટી, ડ્રિલ, લેક્ચર માં હથિયાર ની ટ્રેનિંગ 2.2 પોઇન્ટ ની જાણકારી, કોમ્યુનિકેશન સ્કીલ ફાયર ફાયટીગ, ફેસલા નું અનુમાન, સેલ્ફ એવરનેસ, ડિઝાસ્ટર મેનજમેન્ટ,લીડરસિપ ની ટ્રેનિંગ આપવામાં આવે છે.તો સાથે કલચાર એક્ટિવિટી પણ કરાવવામાં આવે છે.