51 દીકરીઓના હસ્તે 51 પ્રકારના વૃક્ષો વાવી 51 શક્તિપીઠની વૃક્ષો સ્વરૂપે સ્થાપના કરવામાં આવી
આર્યાવ્રત નિર્માણ દ્વારા પાટણના નોરતા ખાતે વાલ્મિકીથી લઇ વિપ્ર સમાજની 51 દીકરીઓના હસ્તે 51 પ્રકારના વૃક્ષો વાવી 51 શક્તિપીઠની વૃક્ષો સ્વરૂપે સ્થાપના કરવામાં આવી નવરાત્રીના પવિત્ર તહેવારે નોરતા ગામે 51શક્તિપીઠની સ્થાપના 51 વૃક્ષો સ્વરૂપે કરવામાં આવી હોય જે સમગ્ર ભારત અને વિશ્વને પ્રકૃતિના સંરક્ષણ અને સંવર્ધન માટે નવી દિશા આપનાર હોવાનું આર્યવ્રત નિર્માણના સ્થાપક નિલેશ રાજગોરે જણાવ્યું હતું.
પ્રકૃતિ ભક્તિ અને સામાજીક સમરસતાની શક્તિના ત્રિવેણી સંગમ સમી એકાવન શક્તિપીઠની સ્થાપના વાલ્મીકિ સમાજથી લઈ વિપ્ર સમાજ સુધીની એકાવન દીકરીઓના હસ્તે એકાવન પ્રકારના વૃક્ષો વાવી આર્યાવ્રત નિર્માણ પ્રેરિત ગુજરાતના સૌથી મોટા પીપળવન મહાકાળી પીપળવન નોરતા , પાટણ ખાતે કરી પ્રકૃતિના સંરક્ષણ અને સામાજિક સમરસતા માટે પ્રેરણાદાયી પહેલ કરવામાં આવી હતી.
દરેક દિરીઓનું કુમકુમ તિલક અને રક્ષા બાંધી પૂજન કરી વેદોકત મંત્રોચ્ચાર સાથે વૃક્ષ પૂજન અને આરતી કરી ઉપસ્થિત સૌ વૃક્ષ દત્તક લેનાર દંપતિઓ , વડીલો , માતાઓ અને બાળકો દ્વારા પર્યાવરણજાળવણી માટે ગ્રીન કમાંડોના સંકલ્પ લઈ દીકરીઓ સાથે વૃક્ષો વાવવામાં આવ્યા હતા.
Tags 51 types planted Shaktipeeths trees