સરસ્વતી તાલુકાના 16 ગામના 42 તળાવ નર્મદાના નીરથી ભરાશે

પાટણ
પાટણ

સિદ્ધપુરના ધારાસભ્ય અને કેબીનેટ મંત્રી બલવંતસિંહ રાજપુત દ્વારા સરકાર સિંચાઇ અને પાણીના પ્રશ્ને મુશ્કેલીઓ ભોગવતા ઉત્તર ગુજરાત માટે સતત પ્રયત્નશીલ છે. જે અંતર્ગત સિદ્ધપુર મત વિસ્તારના સરસ્વતી તાલુકાના 16 ગામોના 42 તળાવો નર્મદા કેનાલના પાણીથી ભરવામાં આવશે.સરકાર દ્વારા રૂ.1566.25 કરોડના ખર્ચે નર્મદા કેનાલ આધારીત બની રહેલ કસરા-દાંતીવાડા પાઇપલાઇનથી નર્મદા મુખ્ય કેનાલ ખાતેથી માસા તા હારીજથી 300 ક્યુસેક્સ પાણી લીફ્ટ કરવામાં આવશે જ્યાંથી જુદી-જીદી ક્ષમતાના કુલ ચાર પંપીગ સ્ટેશન પર 28 નંગ પંપ ગોઠવી કુલ 77 કી.મી. પાઇપલાઇન દ્વારા દાંતીવાડા ડેમ માટે બાલારામ નદીમાં નાખવામાં આવશે.આ લાઇન પર ધારૂસણ, વાસણી,કુશ્કલ ખાતે પંપીંગ સ્ટેશન બનાવવામાં આવશે. જે દ્વારા હારીજ તાલુકાના-3, સરસ્વતી તાલુકાના-30,ડીસા તાલુકાના 13,કાંકરેજ તાલુકાના 14 દાંતીવાડા તાલુકાના-1 અને પાલનપુર તાલુકાના 46 એમ કુલ 106 ગામના 253 ગામોના તળાવ તેમજ સુજલામ-સુફલામ કેનાલમાં 59 ક્યુસેક્સ પાણી નર્મદા કેનાલ મારફત આપવામાં આવશે.

ભાટસણ-3,દેલવાડા-5,ગણેશપુરા-5,ઘચેલી-2,હૈદરપુરા-1,કાનોસણ-2,ખારેડા-1,ખોડાણા-5 કોઇટા-2, મુના-૫, રખાવ-1, રવિયાણા-2, મોરપા-2, ઉંટવાડા-૨ તેમજ વહાણાના 2 એમ કુલ 16 ગામના 42 તળાવો, તેમજ ગણેશપુરા-ઘચેલી પાસેથી પસાર થતી સુજલામ સુફલામ કેનાલ અને આ લાઇનની બન્ને તરફ 3.00કી.મી વિસ્તારમાં આવતા તળાવોને પણ નર્મદાના નીરથી ભરવામાં આવશે.

આ ઉપરાંત દાંતીવાડા ડેમ આધારીત ગઢ કેનાલ જેનુ અંદાજિત રૂ.1 કરોડના ખર્ચે રીપેરીંગ હાથ ધરવામાં આવનાર છે તે પુર્ણ થયેથી સરસ્વતી તાલુકાના સિંચાઇના પ્રશ્ન હલ થશે. આ કામો પૈકી પાઇપલાઇનના કામ અત્યારે યુધ્ધના ધોરણે ચાલુ છે. જુદા-જુદા ગામોએ પંપીંગસ્ટેશન બનાવવા માટેની જમીન સંપાદનની કાર્યવાહિ પણ આખરી તબક્કામાં છે. આમ, પ્રોજેક્ટ સમયસર પુર્ણ કરી લાભાર્થી ગામોના તળાવોમાં પાણી આપી વિસ્તારના સિંચાઇના પાણીના પ્રશ્ન હલ કરવા સરકાર કટિબધ્ધ છે એમ મંત્રીએ જણાવ્યું હતુ.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.