પાટણમાં પોણા ઇંચ વરસાદમાં હાઇવે પર 3 કલાક ટ્રાફિક જામ

પાટણ
પાટણ

પાટણ શહેરમાં નગરપાલિકા દ્વારા કરવામાં આવેલ વરસાદી પાણીના નિકાલની કામગીરીના ધજીયાં ઉડી ગયા હતા. શહેરમાં પ્રવેશવાના માર્ગો ઉપર વરસાદી પાણી ભરાઈ જતાં અને સવારે નોકરિયાત કર્મચારીઓના વાહનોનો એક સાથે ઘસારો થતાં લીલીવાડીથી શરૂ કરી. શ્રમજીવી સોસાયટી સુધીના બંને ઓવરબ્રિજ ઉપર આ ટ્રાફિકજામ સર્જાતા લોકો ત્રાહિમા પોકારી ગયા હતા.

પાટણ શહેરમાં 20 મીમી વરસાદ પડતાં નવા ગંજ નજીક બંને રેલવે નાળામા વરસાદી પાણી ભરાઈ ગયા હતા. તેને લઈને પાટણ શહેરમાં પ્રવેશતા મુખ્ય માર્ગ બંધ થયા હતા. માત્ર રેલવે ફાટકનો રસ્તો ચાલુ હોય જેને લઇ ડીસા-ચાણસ્મા રોડ ઉપર બંને બ્રિજ ઉપર અઢી કિલો મીટર વાહનોની લાંબી કતારો થઈ હતી.

પાટણ સિટી ટ્રાફિક, પાટણ એ અને બી ડિવિઝન પોલીસ અને પાટણ એલસીબીની ટીમ મળી ત્રણ કલાકની જહેમત બાદ આ ટ્રાફિક સમસ્યામાંથી વાહન ચાલકોને મુક્ત કરાયા હતા.

પાટણ નવજીવન ચોકડી, લીલી વાડી રેલવે ફાટક અને પદમનાથ ચોકડી આ વિસ્તારોમાં ધીરે ધીરે ટ્રાફિક વધતા ટ્રાફિક પોલીસ પહોંચી ના વળતા પાટણ એ અને બી ડિવિઝન ની પોલીસ બોલાવી તેમ છતાં પણ પહોંચી ન વળતા એલસીબી પોલીસના સ્ટાફની મદદથી લઈ સમગ્ર ટ્રાફિક ક્લીયર કરતા 12 : 47 થઈ ગયા હતા. લીલી વાડીથી વરસાદી પાણી કારમાં પાણી ભરાઈ જતા બંધ પડતાં લીલીવાડી જોડે ટ્રાફિક સર્જાયો હતો જે ટ્રાફિક થતાં ટોઈંગ વાન બોલાવી કારને ટ્રાફિક અડચણમાંથી દૂર કરી ટ્રાફિક ક્લિયર કર્યો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.