પાટણ શહેરની 33 શાળાઓના 2100 છાત્રોએ ભારત કો જાનો પરીક્ષા આપી

પાટણ
પાટણ

પાટણ ભારત વિકાસ પરિષદ પાટણ દ્વારા વિદ્યાર્થીઓમાં સંસ્કારની ભાવના કેળવાય તથા ભારતીય સંસ્કૃતિનું જતન બાલ્યાવસ્થાથી જ થાય તે હેતુથી દર વર્ષની જેમ ભારત કો જાનો પરીક્ષાનું આયોજન કર્યું છે. જેના પ્રથમ તબક્કામાં લેખિત પરીક્ષા રવિવારના રોજ શેઠ એમ.એન.હાઈસ્કૂલમાં લેવામાં આવી હતી જેમાં શહેરની 20 પ્રાથમિક તથા 13 માધ્યમિક શાળાઓના મળીને કુલ 2500 વિદ્યાર્થીઓના રજીસ્ટ્રેશનની સામે પ્રાથમિક વિભાગમાં 1300 તથા માધ્યમિક વિભાગમાં 800 કુલ 2100 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.

પરીક્ષાના આ પ્રથમ તબક્કા બાદ શાળા પ્રમાણે પ્રથમ બે આવેલ વિદ્યાર્થીઓની મૌખિક પરીક્ષામાં ભાગ લેશે. જેમાં પ્રથમ વિજેતા ટીમ ઉત્તર પ્રાંતમાં ભાગ લેવા જશે. અને ઉત્તર પ્રાંતમાં પ્રથમ આવેલ ટીમ રિજિયોનલ અને રિઝનલમાં પ્રથમ આવેલ ટીમ નેશનલમાં ભાગ લેશે. પરીક્ષાને સફળ બનાવવા શાખા પ્રમુખ દિલીપભાઈ પટેલ, ભરતભાઈ પટેલ, દિલીપભાઈ પટેલ, ભાર્ગવભાઈ પટેલ,ભાનુભાઈ સોની, અજયભાઈ પરીખ, હેમંતભાઈ કટવાલા, જે.વી.પટેલ, વિજયભાઈ પટેલે જહેમત ઉઠાવી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.