હારીજમાં 7 ગામોમાં 200 વ્યક્તિગત બાયોગેસ પ્લાન્ટ આપવામાં આવ્યા
પાટણ જિલ્લામાં મહેસાણા દુધ સાગર ડેરીના સહયોગથી હારીજ તાલુકાના 7 ગામોમાં પાયલોટ પ્રોજેક્ટ તરીકે બાયોગેસ પ્લાન્ટનું નિર્માણ કરવામા આવ્યું છે. આ પ્લાન્ટ થકી પશુ પાલન અને ખેતી કરતા પરીવારોની ગ્રામીણ મહિલાઓને રસોડામાં રાંધણ ગેસ મળી રહે છે અને પરંપરાગત સ્ત્રોત દ્વારા જે ખોરાક રાંધવામાં આવતો હતો તેમાંથી મુક્તિ મળી છે.બાયોગેસ પ્લાન્ટ થકી વાયુ પ્રદુષણમાં ઘટાડો થાય છે અને ખેડૂતોની આવકમાં પણ વધારો થાય છે. પહેલાના સમયમાં રસોઈ કરવા માટે લાકડા કાપી અથવા છાણ એકત્ર કરીને રસોડામાં રાખવામાં આવતા હતા જેનાથી રસોડામાં અસ્વચ્છતા થતી હતી.આજે બાયોગેસ પ્લાન્ટ દ્વારા અસ્વચ્છતામાંથી પણ મુક્તિ મળી છે. હારીજના ગામોમાં ગોબરધનના કુલ 200 લાભાર્થીઓ છે. રોડામાં 65 લાભાર્થીઓને ત્યાં પ્લાન્ટ ઈન્સ્ટોલ કરવામાં આવ્યા છે. અસાલડીમાં 23 લાભાર્થી, નાણાંમા 20, સરેલમાં 19, માંસામાં 14, વાંસામાં 6, વાખુંદરમાં 17, કાસ્યાપરામાં 10, કાતરામાં 21, અને કાળવણમાં 5 લાભાર્થીઓ હાલમાં બાયોગેસ પ્લાન્ટનો લાભ લઈ રહ્યા છે.