પાટણમાં ટ્રાફિક નિયમના ભંગ બદલ ફટકારવામાં આવેલા ઈ-મેમાનાં દંડ વસૂલવા 18,500 બાકીદારોને નોટિસ ફટકારાઈ

પાટણ
પાટણ

પાટણ શહેર અને જિલ્લામાં પોલીસ તંત્ર દ્વારા ટ્રાફીકનાં નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ ઈ-ચલણ (મેમા) ફટકારવામાં આવે છે, પરંતુ તેનાં નાણાં ભરપાઇ કરવામાં કેટલાક દંડપાત્ર બનેલા વાહન ચાલકો તેને ગણકારતા નથી. આથી અનેક ગણી મોટી રકમ હજુ પોલીસતંત્ર તેની ઉઘરાણી કરીને નોટીસો મોકલી રહ્યું છે. ત્યારે હવે પોલીસતંત્રએ આવા દંડની રકમો કે ઇ-ચલણની મેમો નહિં ભરતા વાહનચાલકોને તેનું ભાન કરાવવા પાટણ જિલ્લા અદાલતનો આશરો લીધો છે.પાટણ જિલ્લા પોલીસતંત્રની ચિંતાનો ભાર ઓછો કરવા માટે ઈ ચલણનાં દંડ ભરવા માટે ઈ- મેમોનો દંડ નહીં ભરનારા વાહન ચાલકોને દંડ ભરવા માટે જિલ્લા અદાલતની જિલ્લા કાનુની સેવા સત્તામંડળનાં સેક્રેટરી વ મેજિસ્ટ્રેટ આર.એ. નાગોરીની સુચનાથી ઇ-નોટીસો આપવામાં આવી છે.આ અંગે મળતી માહિતી મુજબ પાટણ શહેર સહિત જિલ્લામાં ટ્રાફીક નિયમોનો ભંગ કરતા વાહન ચાલકોને અપાયેલા ઇ-મેમોનો દંડ ન ભર્યો હોય તેવા વાહન ચાલકોને હવે તેમનાં મોબાઇલમાં કોર્ટની ઇ-નોટીસ પાઠવવાનું શરુ કરાયું છે. જિલ્લાનાં 18500 જેટલા વાહનચાલકોને ઇ- નોટીસની લીંક મોકલવામાં આવી છે.


પાટણ શહેર વિસ્તારમાં પોલીસ દ્વારા સી.સી. ટી.વી. મોનીટરીંગ કરી ટ્રાફીકનાં નિયમોનો ભંગ કરતા લોકોને ઇ-મેમો ઇસ્યુ કરવામાં આવી રહ્યા છે. જે લોકોએ ઇ-મેમોનો દંડ ભર્યો નથી તેવા તમામ વાહન ચાલકો વિરુધ્ધ પાટણ જિલ્લા કાનુની સેવા સમિતિ દ્વારા ઇ-નોટીસ તૈયાર કરાવડાવી વાહન માલિકનાં રજીસ્ટર મોબાઇલ નંબર પર મેસેજ દ્વારા મોકલી આપવામાં આવ્યા છે.પાટણ જિલ્લામાં નેત્રમ દ્વારા ઇસ્યુ થયેલા આજ સુધીના ઇ-ચલણના બાકી નાણા ભરપાઇ કરવા માટે અંદાજે 18500 વાહન ચાલકોને કોર્ટની ઇ- નોટીસ મોબાઇલમાં મોકલવામાં આવી છે તેમજ તમામ વાહન ચાલકોને ઇ- ચલણનાં બાકી નાણાં સમયસર ભરવા અપીલ કરવામાં આવી છે તેમ ઇ- મોમોનો દંડ ભરવા નેત્રમ, પોલીસ અધિક્ષકની કચેરી પાટણ શહેર તથા પાટણ તાલુકાના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી ઇ-મેમોનો દંડ ભરી શકાય છે તેમ જણાવવામાં આવ્યું છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.