ચાણસ્મા વિધાનસભા બેઠક માટે કોંગ્રેસના 17 આગેવાનોએ તેમના બાયોડેટા મોકલી આપ્યા

પાટણ
પાટણ

ચૂંટણીનો ધમધમાટ શરૂ થઈ રહયો છે ત્યારે ચૂંટણી પંચ સાથે રાજકીય પક્ષો પણ ચૂંટણીલક્ષી તૈયારીઓ પૂરજોશમાં કરી રહ્યા છે ત્યારે પ્રદેશ કોંગ્રેસ સમિતિના આદેશ અનુસાર વિધાનસભાની બેઠકો ઉપર ચૂંટણી લડવા ઇચ્છતા ઉમેદવારો પાસેથી પાટણ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા તેમના બાયોડેટા લેવા તેવો આદેશ કરાતાં સળવળાટ શરૂ થયો છે.

પાટણ જીલ્લાની પાટણ ચાણસ્મા સિદ્ધપુર અને રાધનપુર ની બેઠકો માટે જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ઉમેદવારોના બાયોડેટા લેવાનું શરૂ કરાતાં 17 ચાણસ્મા વિધાનસભાની બેઠક માટે 17 ઉમેદવારોએ તેમના બાયોડેટા પાટણ જિલ્લા કોંગ્રેસ સમિતિને મોકલી આપ્યા હતાં.

પાટીદાર આંદોલન સમયે સક્રિય એવા પાટીદાર નેતા લાલભાઈ એન. પટેલ, દિનેશભાઈ આતાજી ઠાકોર, રાજૂલ પટેલ, ચેહુજી ઠાકોર, રમેશજી ઠાકોર, કોકતા કોન્ગ્રેસના અગ્રણી દિવંગત કાનજીભાઈ દેસાઈના પુત્ર રમેશભાઈ વકીલ મજૂર મહાજનના અગ્રણી મહેન્દ્રભાઈ અમથાભાઈ દેસાઈ, વિનોદજી ઠાકોર સહીત 17 ઉમેદવારોએ તેમના બાયોડેટા પાટણ જિલ્લા કોંગ્રેસ સમિતિને મોકલી આપ્યા છે.પાટણ જીલ્લાની ચારેય સીટો પર ચૂંટણી લડવા ઈચ્છુક ઉમેદવારોના બાયોડેટા પ્રદેશ કોંગ્રેસ કાર્યાલયે મોકલી આપવામાં આવશે તેમ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શંકરજી ઠાકોરે જણાવ્યું હતુ.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.