પાટણનાં કોલેજનાં રેલવે અંડરબ્રીજમાં 15 એલઈડી લાઇટો નાખવામાં આવશે

પાટણ
પાટણ

પાટણ શહેરના કોલેજ રોડ ઉપર આવેલા રેલવે અંડરબ્રીજ (આરયુબી) ઉપર વરસાદ કે પાણી ન પડે ને નાળામાં પાણી ન ભરાય તે અર્થ અહીં આખા અંડરબ્રીજને ઢાંકતો ડોમ બનાવી દઈને નાળાને ઉપરથી ઢાંકી દેવામાં આવતાં અંદરનાં ભાગે ભારે અંધકાર છવાયેલો રહેતો હોવાથી તેમાં વીજળીનાં પ્રકાશની વ્યવસ્થા કરવાની ભારે માંગને લઈને આ રેલવે નાળામાં સ્ટ્રીટલાઈટ નાંખવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. આ કામગીરી બે ત્રણ દિવસમાં પુરી થઇ જતાં સમગ્ર અંડરબ્રીજ અજવાળામાં પથરાશે. અંત્રે આ નાળામાંથી પસાર થતાં બાળકો અને છાત્રોને અકસ્માતનો ભય નહીં રહે.આ અંગે રેલવેના લાઈટ સુપરવાઈઝર નિસ્વભાઈ પટેલે આ અંગે જાણકારી આપતાં જણાવ્યું છે, પાટણનાં રેલ્વેના નાળામાં આ લાઈટ નાંખવાનું શરુ કર્યુ છે.


ઘણા લાંબા સમયથી પાટણ નગપાલિકા દ્વારા રેલ્વે વિભાગને આ નાળામાં સ્ટ્રીટલાઈટની સગવડ ઉભી કરવાની દરખાસ્ત અને સતત રજૂઆતો આવતી હતી. આથી રેલ્વે વિભાગે આ રેલ્વે નાળામાં સ્ટ્રીટલાઈટ નાંખવા માટેની કામગીરી સોંપી છે. તેથી અમે અમારા માણસો સાથે સ્થળ મુલાકાત લઈને આજથી જ અહીં સ્ટ્રીટલાઈટો નાંખવાની કામગીરી શરૂ કરી છે. જે બે ત્રણ દિવસમાં જ પૂર્ણ થઈ જશે. તેમણે કહ્યું છે, આ રેલ્વે નાળુ 200 મીટરનું છે. તેમાં જ 15 જગ્યાઓ પસંદ કરાઈ છે તથા નાળાની વચ્ચો વચ્ચ એક માસ્ટર પોઈન્ટ મુકાશે. આ લાઈટો 50 વોલ્ટની એલઈડી નંખાશે. તે તમામ જોડની નીચે જ નંખાશે જેથી તેની ચોરી થવાનો ભય ન રહે.આ અંગે પાટણ નગરપાલિકની સ્ટ્રીટલાઈટ શાખાના સુત્રોના જણાવ્યાનુસાર આ રેલ્વે અંડર બીજ રેલ્વે હસ્તક હોવાથી સ્ટ્રીટલાઈટો નાંખવાની કામગીરી રેલ્વે કરવી. તેઓ જ વાયરીંગ અને બલ્બ વિગેરે નાંખશે. નગરપાલિકા તેમને વીજળી જોડાણ આપીને તેનું બીલ ભરશે તથા તેનું મેન્ટેનન્સ પણ નગરપાલિકા જ કરશે. અમે ઘણા સમયથી આ રેલ્વે નાળામાં લાઇટો નાંખવા રેલ્વે તંત્ર સાથે વાટાઘાટો કરી રહ્યા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.