પાટણ જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં એજન્ડામાં રહેલા 14માંથી 13 કામો મુલતવી રખાયા

પાટણ
પાટણ

પાટણ જિલ્લા પંચાયતની આજરોજ જિલ્લા પંચાયત પ્રમુખ ભાનુમતીબેન મકવાણા ના અધ્યક્ષ સ્થાને મળેલી સામાન્ય સભામાં ગત સામાન્ય સભાની નોધ ને બહાલી આપવા સહિત ના એજન્ડા પરના 13 જેટલા કામો બાબતે વિચાર વિમૅશ કરવામાં આવ્યો હતો.આ સામાન્ય સભામાં રેતી કંકણ અને ગ્રેવલની વષૅ 2018-19 અને વષૅ 2019-20 તેમજ વષૅ 2020-21 ની જિલ્લા પંચાયત ની ગ્રાન્ટ માથી મંજૂર થયેલ બધા કામોમાં ફેરફાર કરવા માટે સત્તાધારી ભાજપ પક્ષના તમામ સભ્યોએ આ તમામ જે કામો વિકાસના છે તેને મુલત્વી રાખવા માટે આજે જિલ્લા પંચાયત ની સામાન્ય સભામાં એક સુર પુરાવતા આ તમામ કામો મુલત્વી રાખવાનો નિર્ણય કરવામાં આવતા વિપક્ષના નેતા અશ્વિન પટેલે મીડિયાને જણાવ્યું હતું કે, આવનારા સમયમાં આ કામો ફરીથી સામાન્ય સભામા રજૂ કરી તેની પૂવૅ મંજૂરી મેળવવાની થાય એટલે કે ચારથી છ મહિના જેટલો વિલંબ આ કામોમાં થશે એટલે આ જિલ્લાનો વિકાસ અટકશે.ત્યારે વિકાસ ના કામો અટકાવવામાં માત્ર સદસ્યો એકલા જ નહિ પણ અધિકારીઓની પણ અણ આવડત છતી થઈ છે હવે નવેસરથી આ કામો વિકાસ કમિશનરને ફેરફાર કરવા માટે મોકલવામાં આવશે તો અધિકારીઓએ પણ જ્યારે પણ આવા વિકાસના કામો વિકાસ કમિશન સુધી મોકલવાના હોય ત્યારે અહીંયાથી જ કમ્પ્લેટ જે એના નીતિ નિયમો હોય એને ધ્યાન રાખી અને અહિયાથી જ દરખાસ્ત મોકલવી જોઈએ તો આવા કામો પરત ન આવે તેઓએ પાટણ જિલ્લા પંચાયત દ્વારા જેમ માં જે પણ કંઈ ખરીદી થઈ હોય એમાં સરકારની પદ્ધતિથી ખરીદી થઈ હોય તો એની તમામ આંતરિક સમિતિઓની વિગત કયા કયા કામો માટે કઈ કઈ ખરીદી કરવામાં આવી એની ગુણવત્તા કે ગોલ્ડન પેરામીટરની માહિતી તેઓ દ્રારા માગેલી તે પૈકી પાટણ જિલ્લાના નવ તાલુકાઓમાંથી એક પણ તાલુકા વિકાસ અધિકારી એ તેઓના આ પ્રશ્નનો એક પણ લેખિત જવાબ આપેલ ન હોવાનું જણાવી આ સામાન્ય સભામાં તમામ તાલુકા વિકાસ અધિકારીઓ સુધી નોટિસ આપવામાં આવે અને આ તમામ જે પણ ખરીદ્યી થઈ છે એની વિગતો સાત દિવસ આપવામાં આવે તેવું જણાવ્યું હતું.તો જિલ્લાની 505 થી પણ વધારે આંગણવાડીઓ રીપેરીંગ કરવા લાયક છે એના માટે તમામ તાલુકા વિકાસ અધિકારીઓને આના એસ્ટીમેન્ટો બનાવવા માટે અધિક મદદ નિશ અને જિલ્લા પંચાયત દ્વારા સુચના આપવામાં આવી છે એને લગભગ આજે એક વર્ષ પૂરું થવા આવ્યુ પરંતુ ઘણા તાલુકા ઓ એવા છે કે જેને આજ સુધી એક પણ એસ્ટીમેન્ટ આ રીપેરીંગ બનાવ્યા નથી જેથી કરી આવા તાલુકા વિકાસ અધિકારી ઓને નોટિસ પાઠવવા પણ તેઓએ સામાન્ય સભા મા સુચવ્યું હતું.પાટણ જિલ્લા પંચાયત ની મળેલી આ સામાન્ય સભામાં એજન્ડા પર ના અન્ય કામો ની પણ વિસ્તૃત ચચૉઓ કરવામાં આવી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.