પુત્રી અમદાવાદથી એક્ટીવા પર અસ્થિર મગજના પિતા અને ભાઈને પાટણમાં મૂકી પાછી જતી રહી

પાટણ
પાટણ

પાટણ : પાટણ શહેરના મોચી બજારમાં અસ્થિર મગજના પિતા અને દીકરો લાંબા સમયથી એકલા અને કયારેક રસ્તા ઉપર રહેતા હતા થોડા સમય પહેલા અમદાવાદ ખાતે રહેતી દીકરી પિતા અને ભાઈને પોતાના ઘરે લઈ ગઈ હતીઅગમ્ય કારણોસર શુક્રવારે રાત્રે દીકરી પિતા અને ભાઈને અમદાવાદથી પાટણ મુકવા આવી હતી અને અંધારામાં જ બંનેને વિસ્તારના ઓટલા ઉપર મૂકીને ચાલી ગઈ હતી ત્યારે થોડા સમય બાદ સોસાયટીના રહીશોને આ બંને નજરે ચડતા અને અમદાવાદથી આવ્યા હોય કોરોના સંક્રમણના ભયને લઈ આરોગ્ય વિભાગને જાણ કરતાં આરોગ્ય વિભાગ, પ્રયાસ ફાઉન્ડેશનના હાર્દિક રાવલ તેમજ આરોગ્ય વિભાગના પાર્થ મિસ્ત્રી મેડિકલ ટીમ સાથે સ્થળ પર પહોંચ્યા હતા ને પિતા-પુત્ર બંનેના ટેમ્પરેચર માપણી સહિત સ્ક્રિનિંગ કરી કોઈ લક્ષણો જણાતા ન હોય તેમને રહેવા માટે વ્યવસ્થા કરવાનું આયોજન કર્યું હતું અને ચીફ ઓફિસર પાંચાભાઇ માળીનો સંપર્ક કરતા તેમને શહેરમાં ચતુર્ભુજ બાગ પાસેના શેલ્ટર હાઉસ ખાતે રાખવાની પરવાનગી આપવામાં આવી હતી.
આ યુવાને જણાવ્યું કે મારી બેનના ઘરે અમે રહેતા હતા ત્યાં મારા પિતા અસ્થિર મગજના હોય ઘરમાં ગાળાગાળી તેમજ અસભ્ય વર્તન કરતા હોઈ કદાચ એના કારણે જ અમને બંનેને આવા સમયમાં પણ મૂકીને જતી રહી હોવાનું લાગી રહ્યું છે.

Tags


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.