પાટણ જીલ્લામાં કોરોના વાયરસના વધુ ૨ કેસ : આરોગ્ય તંત્રમાં દોડધામ

પાટણ
પાટણ

રખેવાળ ન્યુઝ પાટણ : પાટણ જીલ્લામાં કોરોના વાયરસથી વણથંભી ત્રાસયાત્રા યથાવત છે. આજે નવા બે કેસ આવતા આરોગ્ય તંત્રમાં દોડધામની સ્થિતિ સર્જાઇ છે. જીલ્લામાં અત્યાર સુધી કોરોના વાયરસના કુલ ૬૯ કેસ પોઝિટીવ આવ્યા છે. જેમાં પાટણ શહેરમાં ૬૦ વર્ષના વૃદ્ધ અને ગ્રામ્ય વિસ્તારમાં ૮૦ વર્ષના વૃદ્ધનો રીપોર્ટ પોઝિટીવ આવ્યો છે. આ સાથે જીલ્લામાં અત્યાર સુધી ૪ લોકોના મોત થયા છે. પાટણ જીલ્લામાં આજે કોરોનાના નવા ૨ કેસ સામે આવ્યા છે. પાટણ શહેરના મોટા પનાગરવાડાના ૬૦ વર્ષના વૃદ્ધ અને પાટણ તાલુકાના ભદ્રાડા ગામાના ૮૦ વર્ષના વૃદ્ધનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે. જેને લઇ આરોગ્ય વિભાગ દ્રારા તેમના સંપર્કમાં આવેલા લોકોની શોધખોળ હાથ ધરવામાં આવી છે. આ સાથે બંનેને તાત્કાલિક અસરથી આઇસોલેશન વોર્ડમાં ખસેડવામાં આવ્યા હતા. આ બન્ને દર્દીનાં ક્લાઝ સંપર્કમાં આવેલા લોકોને સત્વરે ફેસીલિટી ક્વારંન્ટાઈનમાં મુકાશે.

Tags


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.