હારીજ તાલુકાના 49 આરોગ્ય કર્મીઓ હડતાળમાં જોડાઇ રસીકરણ ન કરાવ્યું

પાટણ
પાટણ

પાટણ જિલ્લાના હારીજ તાલુકાના ચાર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના 49 જેટલા કર્મચારીઓએ પોતાની પડતર માંગણીઓના સંદર્ભે કોરોના રસી ન લઈ હડતાળમાં જોડાયા હતા.જેમાં હારીજ તાલુકાના પ્રતિનિધિ રસિકજી ઠાકોર,લાલાભાઈ પ્રજાપતિ, પ્રવિણસિંહ વાઘેલા,ધર્મેન્દ્રભાઈ,ડાકી વિજયભાઈ,વિનોદભાઈ,જલાજી ઠાકોર,સ્નેહલબેન મોચી,પ્રતીક્ષાબેન જાદવ દ્રારા જણાવ્યું હતું કે પંચાયત વિભાગમાં ફરજ બજાવતા આ તમામ કેડરના આરોગ્ય કર્મચારીઓ,આરોગ્ય મહાસંઘ ગુજરાત અને આરોગ્ય મહાસંઘ પાટણના આદેશ અનુસાર અમારી માંગણીઓ નહી સંતોષાય ત્યાં સુધી અચોક્કસ મુદતની હડતાળ ચાલુ રખાશે તેવું જણાવ્યુ હતું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.