કોરોના : પાટણ એક જ ગામમાં ૧૦ કેસ, ઘરના દરવાજાની બહાર જવા પ્રતિબંધ

પાટણ
પાટણ

 પાટણ
સિધ્ધપુર તાલુકામાં ગઇકાલે ૭ કેસ પોઝીટીવ આવ્યા બાદ આજે વધુ બે કેસ પોઝિટીવ આવતા ખળભળાટ મચી ગયો છે. મુંબઈથી આવેલા ૩ ઈસમોએ કુટુંબના જ વ્યક્તિઓને ચેપગ્રસ્ત કર્યા હોવાનું સામે આવ્યું છે. કોરોના દર્દીઓની સંખ્યાને લઇ આખું ગામ ઘરમાં કેદ કરવામાં આવ્યું છે. કરફ્યુ હોય તેમ ઘરના દરવાજાની બહાર પગ મૂકવા પણ પ્રતિબંધ કર્યો છે.
 
પાટણ જિલ્લાના સિધ્ધપુર તાલુકાના નેદરા ગામમાં આજે વધુ બે કેસ કોરોના પોઝિટવ આવ્યા છે. જિલ્લામાં સૌપ્રથમ કોરોના દર્દી લુકમાન સાથે આવેલા નેદરા ગામના ૩ વ્યક્તિને કારણે તેમનાં જ કુટુંબના ૭ વ્યક્તિને ચેપ લાગ્યો છે. આ બધાની વચ્ચે આજે બીજા બે કેસ પોઝિટીવ આવતા ચિંતાજનક સ્થિતિ બની છે. ૨૦ વર્ષની યુવતીથી માંડીને ૮૦ વર્ષના કાકા પણ કોરોના પોઝીટીવ આવ્યા છે. એકસાથે ૭ વ્યક્તિ કોરોના પોઝીટીવ આવ્યા બાદ આજે વધુ બે કેસ પોઝિટીવ આવતા સન્નાટો મચી ગયો છે.
 
 નેદરા ગામને સંપૂર્ણ લોક કરી જડબેસલાક વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. આખા ગામને ઘરની બહાર પગ મૂકવાની મનાઇ છે. દૂધની થેલી કે શાકભાજી પણ લેવા પ્રતિબંધ મૂક્યો છે. સિધ્ધપુર તાલુકામાં આજે વધુ બે કેસ આવતા હજુ વધુ કેસ પોઝીટીવ આવી શકે તેવી સંભાવનાને પગલે લોકડાઉન અત્યંત કડક કરી દીધું છે.a

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.