પાટણ ના વોડૅ નં. ૧૦ વિસ્તારમાં દુષિત પાણીની સમસ્યાને કારણે રોગચાળો ફાટ્યો

પાટણ ના વોડૅ નં. ૧૦ વિસ્તારમાં દુષિત પાણીની સમસ્યાને કારણે રોગચાળો ફાટ્યો

ઘરે – ઘરે ઝાડા, ઉલટી,કિડની,પેટના રોઞોની સમસ્યાઓ જોવા મળી

પાલિકા પ્રમુખ દ્વારા સમસ્યાના નિરાકરણ માટે ભૂગર્ભ શાખા અને વોટર વર્કસ શાખાને સુચિત કરાયા

પાટણ શહેરમાં છેલ્લા કેટલાક સમયથી કેટલાક વિસ્તારમાં અસહ્ય ગંદકી વાળું પાણી આવતું હોવાની બુમરાણ ઉઠવા પામી છે ત્યારે શહેર ના વોડૅ ન ૧૦ ના વિજળ કુવા, ઞુદીપાડા વિસ્તારમાં છેલ્લા એક મહિનાથી પીવા નુ દૂષિત પાણી આવતું હોવાની વિસ્તાર ના રહીશો દ્રારા નગર સેવકો સહિત પાલિકા તંત્ર ને અનેક વખત રજુઆત કરવા છતાં પાલિકા દ્વારા આ સમસ્યાનું નિરાકરણ નહિ લવાતા આખરે આ વોડૅ વિસ્તારમાં રોગચાળા એ ભરડો લેતા ઘરે ઘરે ઝાડા, ઉલટી,કિડની,પેટના રોઞો ની સમસ્યાઓ સામે આવી છે તો વિસ્તારની એક મહિલા ની હાલત ગંભીર બનતાં ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવાની ફરજ પડી છે.

આ દુષિત પાણીના કારણે હોસ્પિટલ ના બિછાને પડેલી મહિલા ના પતિ જાકીર હુશેન કાઝીએ નગર પાલિકા તંત્ર સામે પોતાની વ્યથા ઠાલવતો વિડિઓ વાયરલ કરી વિસ્તારની સમસ્યા નું તાત્કાલિક નિરાકરણ લાવવાની માગ કરી છે. ત્યારે આ મામલે પાટણ પાલિકા પ્રમુખ હિરલબેન અજયભાઈ પરમારને જાણ થતાં તેઓએ તાત્કાલિક નગરપાલિકાની  ભૂગર્ભ શાખા અને વોટર વર્કસ શાખાના અધિકારી કમૅચારીઓને સુચના આપી ઉપરોક્ત વિસ્તારની સમસ્યા તાત્કાલિક ધોરણે નિરાકરણ લાવવા આદેશ કર્યો હોવાનું જાણવા મળ્યું છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *