યુનિવર્સિટી દ્ધારા LLB સેમ.4 ના ન્યાય શાસ્ત્ર નું પેપર બે પરિક્ષા કેન્દ્રો પર વષૅ 2024 ના પહોંચ્યા
યુનિવર્સિટી સતાધીશો સમક્ષ વિધાર્થી નેતા ની ઉગ્ર રજૂઆત બાદ કમિટીની રચના કરી તપાસ સોપાઈ
વારંવાર શિક્ષણ સહિત ના મામલે વિવાદોથી ઘેરાયેલ રહેતી પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ની વધુ એક બેદરકારી શુક્રવારે સામે આવતા શિક્ષણ આલમમાં ચચૉઓ ટોક ઓફ ધ ટાઉન બનવા પામી છે. આ બાબતે જાણવા મળ્યા મુજબની હકીકત એવી છે કે પાટણ ની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી અંતર્ગત આવતી સંસ્થાઓમાં હાલમાં LLB સેમેસ્ટર 4 ની પરીક્ષાઓ ચાલી રહી છે. જેમાં ગત તા. 7 એપ્રિલ 2025 ના રોજ ન્યાયશાસ્ત્ર (Jurisprudence) નું પેપર લેવામાં આવ્યું હતું.પરંતુ આશ્ચર્યજનક રીતે કેટલાક પરીક્ષા કેન્દ્રો પર વષૅ 2024 નું લખેલું પેપર બંચ પહોચ્યું હતું અને તેમા સમય તેમજ પ્રશ્ન ક્રમાંકમાં પણ કોઈ ફેરફાર કરવામાં આવ્યો ન હોવાનું જણાયું હતું.
પાટણ ની શેઠ એમ.એન. લૉ કોલેજ અને ઊંઝા લૉ કોલેજમાં આ મુજબ ના પેપરનું બંચ મળતા યુનિવર્સિટી ની વધુ એક વખત બેદરકારી સામે આવતા અને અન્ય પરિક્ષા કેન્દ્રો પર પણ આવી જ સ્થિતિ સજૉય હોવાની શક્યતા ઉભી થવાની સાથે વિદ્યાર્થીઓને પણ ઘરે પહોંચ્યા બાદ જ ખ્યાલ આવ્યો હતો કે તેમને 2024 નું પેપર આપવામાં આવ્યું હતું. જોકે આવી ગંભીર પ્રકારની બેદરકારી સજૉયા બાદ પણ યુનિવર્સિટીના પરીક્ષા નિયામક કે અન્ય સત્તાધીશોએ પેપર ક્રોસ ચેક કરવાની પણ તસ્દી લીધી ન હોય જેને લઈને શુક્રવારે વિદ્યાર્થી નેતા યુવરાજ સિંહે આ ગંભીર બેદરકારી બદલ સખત નારાજગી વ્યક્ત કરી માંગ કરી છે કે વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડાં ન થાય તે માટે યુનિવર્સિટી દ્વારા આવી ગંભીર પ્રકારની બેદરકારી દાખવનાર ની તપાસ હાથ ધરી તેની સામે તાત્કાલિક પગલાં લેવામાં આવે તેવી માગ કરી હતી.
આ ગંભીર મામલે પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવસિટીના રજીસ્ટ્રાર ડો.રોહિતભાઈ દેસાઈએ મિડિયા સમક્ષ જણાવ્યું હતું કે આ બાબતે યુનિવર્સિટી દ્વારા ઈઆરપી સિસ્ટમ ડેવલોપ કરનારી ઇન્ફોસિસ પ્રાઇવેટ લિમિટેડ રાજકોટ એજન્સી પાસે બે પેપર કેવી રીતે અપલોડ થયા તેનો રિપોર્ટ માગવામાં આવ્યો છે અને આ મામલે તટસ્થ તપાસ માટે કમિટી ની રચના કરવામાં આવી હોવાનું જણાવી પાટણ અને ઊંઝા ની કોલેજ પાસે પણ આ મામલે અહેવાલ માગવા માં આવ્યો છે. સાથે સાથે બેદરકારી કરનાર કોલેજ ને પણ આ મામલે ખુલાસો પૂછવામાં આવનાર હોવાનું જણાવ્યું હતું.
તો આ મામલે નિયુકત કરવામાં આવેલ શુદ્ધિ સમિતિમાં 2024 ના પેપર આપવા બદલ શું કાર્યવાહી કરવી પેપર રદ કરવું કે ફરી લેવું તે બાબતે શુદ્ધિ સમિતિ આગામી દિવસોમાં તપાસના અંતે નિર્ણય કરશે તેવું રજીસ્ટારે જણાવ્યું હતું. પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની ગંભીર બેદરકારીને લઈ બનેલ ઘટનાની હાલમાં શિક્ષણ વિદોમાં અનેક ચર્ચાઓ સાથે યુનિવર્સિટી નો વહીવટ દિવસે દિવસે કથળી રહ્યો હોવાનો ગણગણાટ પણ સાંભળવા મળ્યો હતો.


