સાંતલપુર પોલીસે ચારણકા ગામના સોલાર પ્લાન્ટમાંથી કેબલ ચોરી કરનાર ત્રણ આરોપીઓને ઝડપી લીધા છે. પોલીસે આરોપીઓ પાસેથી 40 હજાર રૂપિયાની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો છે. પાટણના પોલીસ અધિક્ષક વી.કે.નાયી અને રાધનપુર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક ડી.ડી.ચૌધરીના માર્ગદર્શન હેઠળ પોલીસ પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન પોલીસને બાતમી મળી કે કેબલ ચોરીના આરોપીઓ ચારણકા ગામના માતાજીના મંદિરે દર્શન કરવા આવ્યા છે. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી આરોપીઓને ઝડપી લીધા હતા.પકડાયેલા આરોપીઓમાં ચારણકાના કરશનભાઇ મલાભાઇ આયર તેમજ રાધનપુરના રવિધામ વિસ્તારના મનોજભાઇ કાંતીભાઇ વાઘરી અને અજયભાઇ ગંગારામ વાઘરીનો સમાવેશ થાય છે. આરોપીઓ પાસેથી 800 મીટર લાંબો કોપર કેબલ વાયર મળી આવ્યો છે. આ મુદ્દામાલની કિંમત 40 હજાર રૂપિયા આંકવામાં આવી છે. પોલીસે આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- March 9, 2025
0
46
Less than a minute
You can share this post!
editor