પાટણ : ટ્રેકટર ચોરીના ગુનાઓમાં છેલ્લા પંદર વર્ષથી નાસતા ફરતા આરોપીને એલ.સી.બી. ટીમે દબોચ્યો

પાટણ : ટ્રેકટર ચોરીના ગુનાઓમાં છેલ્લા પંદર વર્ષથી નાસતા ફરતા આરોપીને એલ.સી.બી. ટીમે દબોચ્યો

પાટણ તથા અમદાવાદ શહેરના ટ્રેકટર ચોરીના ગુનાઓમાં છેલ્લા પંદર વર્ષથી નાસતા ફરતા આરોપીને બાતમીના આધારે એલ.સી.બી. ટીમે દબોચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

પાટણ જીલ્લાના પોલીસ સ્ટેશનોના ગુનાઓમાં નાસતા ફરતા આરોપીઓ પકડવા સુચના કરેલ હોય જે અનુસંધાને આર.કે.પટેલ ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી. પાટણનાઓના માર્ગદર્શન હેઠળ પાટણ જીલ્લામાં નાસતા ફરતા આરોપીઓની માહિતી મેળવી પકડી પાડવા સારૂ એલ.સી.બી સ્ટાફના માણસો પ્રયત્નશીલ હતા.

દરમ્યાન ગતરોજ મળેલી બાતમી આધારે ચાણસ્મા પો.સ્ટે.ફસ્ટ ગુ.૨.ન.૧૭/૨૦૦૯ ઇ.પી.કો.કલમ ૩૭૯,૧૧૪ મુજબના કામના આરોપી જૈન(લુક્કડ)કૈલાશકુમાર ભાણમલજી રહે દાસ્પા તા.ભીનમાલ જી.જાલોર રાજસ્થાન વાળાઓ હાલમા હાલોલ શહેર વાલમ પાર્ક સોસાયટી સામે ઇંદ્રપ્રસ્થ સોસાયટી મ.ન.૧૩ ખાતે રહેતો હોવાની હકીકત મળતા ટીમે હકિકત આધારે  હાલોલ મુકામેથી સદર ગુનાઓના કામના નાસતા ફરતા આરોપીને દબોચી  તેની બી.એન.એસ. કલમ ૩૫(૧)(જે) મુજબ અટકાયત કરી આગળની કાર્યવાહી સારૂ ચાણસ્મા પો.સ્ટે. ને સોંપવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.

subscriber

Related Articles