વેરા શાખા દ્વારા હાથ ધરાયેલ કડક કાર્યવાહીને લઈ બાકી વેરા મિલકત ઘારકોમાં ફફડાટ
૧૦૦૦ જેટલા કોમૅશિયલ બાકીવેરા મિલકત ઘારકોને અંતિમ નોટિસ બજાવ્યા ની અવધિ પૂણૅ થતાં તંત્રએ સીલ મારવાની કાયૅવાહી હાથ ધરી પાટણ નગરપાલિકાની વેરા શાખા દ્વારા બાકી વેરા મિલકત ઘારકો પાસેથી બાકી વેરા ની વસુલાત માટે ચિફ ઓફિસરની સુચના અનુસાર અલગ-અલગ વોડૅ વાઈઝ ચાર ટીમો બનાવી કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
પાટણ શહેરના કુલ ૮૫૦૦૦ થી વધુ મિલકત ઘારકો પૈકી ૪૫℅ મિલકત ઘારકો ની ચાલુ અને પાછલી બાકી વેરાની વસુલાત કરવામાં આવી છે. તો ૧૦૦૦ જેટલા કોમૅશિયલ મિલકત ઘારકો પાસેથી વેરાની વસુલાત કરવા માટે પાલિકા દ્વારા આખરી નોટિસ ની બજવણી કરવામાં આવી હતી જેની અવધિ મંગળવારે પૂણૅ થતાં વેરાની રકમ ભરપાઈ નહિ કરનાર કોમૅશિયલ મિલકત ઘારકો ની મિલકત સિલ કરવા પાટણ નગરપાલિકાના ચિફ ઓફિસરની સુચના મુજબ વેરા શાખાના વેરા અધિકારી લક્ષ્મણભાઈ પટેલ સહિતની ટીમે બાકી કોમર્શિયલ મિલકત વેરા ધારકોની મિલકતો સીલ કરવાની કામગીરી હાથ ધરી હતી. જેમાં મંગળવારે છ જેટલા કોમર્શિયલ મિલકત ધારકોની મિલકતો સીલ કરાઈ હોવાનુ વેરા શાખા અધિકારી લક્ષ્મણભાઈ પટેલે જણાવ્યું હતું.
તો પાલિકાની વેરા શાખા દ્ધારા અત્યાર સુધીમાં ૧૨૨ થી વધુ બાકી વેરા મિલકત ઘારકો ના નળ અને ભૂગર્ભ ગટર કનેકશ નો કાપી વેરા વસુલાતની કડક કાર્યવાહી હાથ ધરવામાં આવતા બાકી વેરા મિલકત ઘારકોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. તો આગામી દિવસોમાં વેરા શાખાની ટીમો દ્વારા આ બાકી વેરાની વસુલાત માટે કાર્યવાહી વધુ કડક બનાવવામાં આવનાર હોવાનું પણ વેરા શાખા અધિકારીએ જણાવ્યું હતુ.પાલિકા તંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલ વેરા વસુલાત ઝુંબેશના પગલે બાકી વેરા મિલકત ધારકો પણ મહંદ અંશે પોતાના બાકી વેરા ભરપાઈ માટે પાલિકા ની વેરા શાખામાં આવતા હોવાનું સુત્રો તરફથી જાણવા મળ્યું છે.