પાટણ એસઓજી ટીમે બાતમીના આધારે કાકોશી ના નેદ્રોડા ગામેથી બે ઇસમોને દેશી હાથ બનાવટની બંદુક સાથે ઝડપી લઈ કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.બનાવની મળતી હકીકત મુજબ પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક વી.કે.નાયી દ્રારા જીલ્લા.મેજી પાટણનાઓના જાહેરનામા બાબતે ગેરકાયદેસર હથિયારના ગુન્હાઓ શોધી કાઢવા કરેલ સુચના આધારે પાટણએસઓજી પીઆઈ જે.જી.સોલંકી ના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી.ની ટીમ કાકોશી પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન ખાનગી રાહે બાતમી મળેલ કે, નેદ્રોડા ગામની સીમમાં રૂપીવાળો આંટો તરીકે ઓળખાતી સીમમાં બે ઇસમો દેશી હાથ બનાવટની બંદુક લઇને ફરી રહેલ છે જે હકીકત મુજબ ટીમે તપાસ કરતાં દેશી હાથ બનાવટની બંદુક નંગ-૦૧ કિ.રૂ.૫,૦૦૦ સાથે સાજન દલુભાઇ સિંધી (ડફેર) અને જુબેર સુલેમાન સિંધી (ડફેર) બંન્ને રહે.ગણવાડા તા.સિધ્ધપુર ને ઝડપી કાકોશી પો.સ્ટે. આર્મ્સ એકટ કલમ-૨પ(૧-બી)એ તથા જી.પી.એકટ કલમ-૧૩૫ મુજબનો ગુનો રજી. કરાવી આગળની ઘટતી કાર્યવાહી કરવા સારૂ કાકોશી પો.સ્ટે.માં સુપ્રત કરેલ હોવાનું જાણવા મળ્યું છે.

- February 11, 2025
0
145
Less than a minute
You can share this post!
editor