ટ્રકોમાંથી ચોરી કરેલ ૫૬૦ લીટર ડિઝલના જથ્થા સાથે એક ઈસમને ઝડપી લેતી પાટણ SOG ટીમ

ટ્રકોમાંથી ચોરી કરેલ ૫૬૦ લીટર ડિઝલના જથ્થા સાથે એક ઈસમને ઝડપી લેતી પાટણ SOG ટીમ

રૂ.૫૦,૪૦૦ ના જથ્થા ઝડપાયેલા ઇસમ સામે ચાણસ્મા પોલીસ ને સોપાયો પાટણ એસ.ઓ.જી પોલીસ ટીમે બાતમીના આધારે ચાણસ્મા પોલીસ સ્ટેશન વિસ્તાર માંથી પેટ્રોલિંગ દરમિયાન ટ્રકોમાંથી ચોરી કરેલ ૫૬૦ લીટર ડિઝલના જથ્થા સાથે એક ઈસમને ઝડપી ચાણસ્મા પોલીસ ને સોપતા ચાણસ્મા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

આ બાબતે મળતી માહિતી મુજબ પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક દ્રારા મિલ્કત સંબંધિત ગુન્હા શોધી કાઢવા કરેલ સૂચના આધારે  પાટણ એસ.ઓ.જી.પી.આઈ  જે.જી.સોલંકીના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. પાટણ ટીમ ના માણસો ચાણસ્મા પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીગમાં હતા તે દરમ્યાન ખાનગી રાહે બાતમી મળેલ કે મણીપુરાથી ચાણસ્મા જતા રોડ ઉપર ચામુંડા પાર્લર ઉપર ચેતનજી મેલાજી ઠાકોર રહે.મણીપુરા ચાણસ્માવાળો રાત્રીના સમયે રોકાતી ટ્રકોમાથી છળ-કપટથી અલગ અલગ ગાડીઓમાથી ડીઝલ લઈને પ્લાસ્ટીકના કેરબામા ભેગુ કરી આજુબાજુના ગામના માણસોને વેચાણે આપે છે અને હાલમા તેના પાર્લરની પાછળના ભાગે ડીઝલ ભરેલ કેરબાઓ સંતાડી રાખેલ છે જે હકીકત આધારે ટીમે ઉપરોક્ત જગ્યાએ રેડ કરતાં ચેતનજી મેલાજી વાઘાજી જાતે.ઠાકોર ઉ.વ.૩૪ રહે.મણીપુરા તા.ચાણસ્મા જી.પાટણવાળા નામનો ઇસમ ડીઝલ ભરેલ કેરબા નંગ-૨૮ પ૬૦ લીટર ડીઝલ મળી કુલ કિ રૂ ૫૦,૪૦૦ ના મુદામાલ સાથે ઝડપી લઈ બી.એન.એસ. કલમ-૧૦૬ મુજબ તે કબ્જે કરી આગળની કાર્યવાહી માટે ચાણસ્મા પો.સ્ટે. ને સુપ્રત કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *