પાટણ જિલ્લાના સમી તાલુકાના ગોચનાદ નજીક થી પાટણ એસઓજી ટીમે ૩૪૯૦ કિલો ખીલાસરી ના જથ્થા સાથે રૂ.૨૬,૭૪ લાખના મુદ્દામાલ સાથે ૪ શખ્સોને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે. આ બાબતે પોલીસ સુત્રો તરફથી મળતી માહિતી મુજબ પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક વી.કે.નાથી નાઓએ પાટણ શહેર સહિત જિલ્લામાં ચોરી,છળકપટના કેશો શોધી કાઢવા કરેલ સુચના અનુસંધાને એસ.ઓ.જી. પો.ઇન્સ. જે.જી.સોલંકી, ના માર્ગદર્શન હેઠળ એક્શન પ્લાન બનાવી એસ.ઓ.જી.શાખા પાટણ ની ટીમ સમી પો. સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીગમાં હતી તે દરમ્યાન ગોચનાદ ગામ પાસે આવતાં બાતમી મળેલ કે, ગોચનાદ ગામ પાસે આવેલ રામદેવ હોટલની બાજુમાં આવેલ ખુલ્લી જગ્યામાં કેટલાક ઇસમો (ડ્રાઇવરો) તેઓના કબજાના ટ્રેલરોમાં લોખંડની ખીલાસરીઓ ભરેલ હોય તેમાંથી ગેરકાયદેસર રીતે ખીલાસરીઓ ઉતારી વેચાણ કરે છે.
જે બાતમી હકીકત આધારે એસઓજી ટીમેબાતમી હકીકત વાળી જગ્યાએ જઈ તપાસ કરતા સ્થળ પર ટ્રેલરમાં ખીલાસરી ભરેલ અને ચાર ઇસમો ભેમાભાઇ મઘાભાઇ રબારી રહે.ગઢા, તા.સાંતલપુર જી.પાટણ,રાવતારામ દુર્ગારામ જાટ(ચૌધરી) રહે.નોખડા, ગરૂઓ કા તલા, તા.નોખડા,જી.બાડમેર, રાજસ્થાન ઓમારામ ખેતારામ જાટ (ચૌધરી) રહે.સનાવડા્,બાડમેર રાજસ્થાન અને સુખરામ ચેતનરામ જાટ (ચૌધરી) રહે.સોભાલા જેતમાલ, તા.ચૌહટન જી.બાડમેર રાજસ્થાન હાજર હોઈ જેઓની તપાસ કરતાં ટ્રેલરમાં ૩૪૯૦ કિલોગ્રામ ખીલાસરી કિ.રૂ.૧,૭૪ લાખ ની તેમજ ટ્રેલર નં. GJ12-BW-5294 કિ.રૂ. ૨૫ લાખ સાથે ચારેય ઇસમોને ભારતીય નાગરીક સુરક્ષા સંહિતા-૨૦૨૩ ની કલમ ૩૫(૧)(ઇ) મુજબ અટક કરી હતી તો ગુનામાં સંડોવાયેલ ઠાકોર અમરતજી સહિત તમામ વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સારૂ પકડાયેલ આરોપી તથા મુદ્દામાલ સમી પો.સ્ટે. સોપવામાં આવેલ હોવાનું પોલીસે જણાવ્યું હતું.