પાટણ એસઓજી પોલીસે પંથક માથી વધુ એક બોગસ ડોકટર ને ઝડપી લીધો

પાટણ એસઓજી પોલીસે પંથક માથી વધુ એક બોગસ ડોકટર ને ઝડપી લીધો

ઇન્જેકશનો,દવાઓ,મેડીકલ સાધનો મળી કુલ રૂ.૭,૯૩૧ નો જથ્થો જપ્ત કરી કાયૅવાહી હાથ ધરી; મેડીકલ ડીગ્રી વગર જાહેર જનતાના આરોગ્ય સાથે ચેડા કરતાં વધુ એક નકલી (બોગસ) ડોકટર ને પાટણ એસઓજી પોલીસે ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

પાટણ પોલીસ અધિક્ષકવી.કે.નાયી નાઓ તરફથી પાટણ જીલ્લામાં સામાન્ય પ્રજાના આરોગ્ય સાથે ચેડા કરતા નકલી (બોગસ)ડોકટર પર કાયદાકીય રીતે કડક હાથે કામ લેવાની આપેલ સુચના અનુસાર પાટણ એસ.ઓ.જી. પીઆઈ જે.જી.સોલંકી નાઓના માર્ગદર્શન મુજબ ટીમ કાકોશી પો.સ્ટે વિસ્તારમા પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન હકીકત મળેલ કે ખડીયાસણ ગામ થી સહેસા તરફ જતા રોડની બાજુમાં ગ્રામ પંચાયત પાસે આવેલ મકાનમાં સબ્બીરઅલી યુનુસભાઇ ધાંગા રહે-રસુલપુર તા.સિધ્ધપુર જી.પાટણ વાળો કોઇ પણ જાતની ડોકટરની ડીગ્રી મેળવ્યા સિવાય અને લાયસન્સ ધરાવતા નહીં હોવા છતાં દવાખાનુ ચલાવે છે અને બીમાર લોકોને તપાસી દવા તથા ઇંજેકશન આપી બીમાર લોકોના સ્વાસ્થય સાથે બેદરકારી ભર્યુ કૃત્ય કરી રહ્યા છે. જે હકીકત આધારે ટીમે ઉપરોક્ત સ્થળે ઓચિંતો છાપો મારી ડીગ્રી વગરના ડોકટરને ઇન્જેકશનો, દવાઓ,મેડીકલ સાધનો મળી કુલ કિ.રૂ.૭,૯૩૧ ના મુદ્દામાલ સાથે ધરપકડ કરી કાકોશી પો.સ્ટે ખાતે તેની સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *