પાટણ જિલ્લાના હારીજ તાલુકાના અડિયા ગામમાં એસઓજી પોલીસે એક નકલી ડૉક્ટરને ઝડપી પાડ્યો છે. આરોપી શૈલેષ આચાર્ય કોઈપણ મેડિકલ ડિગ્રી કે લાયસન્સ વગર ગેરકાયદેસર પ્રેક્ટિસ કરતો હતો. પોલીસ અધીક્ષક વી.કે.નાથીની સૂચના અને એસઓજી પીઆઈ જે.જી.સોલંકીના માર્ગદર્શન હેઠળ પોલીસને બાતમી મળી હતી. તપાસમાં જાણવા મળ્યું કે, આરોપી અડિયા ગામના પટેલવાસમાં બિમાર લોકોને તપાસી, દવાઓ અને ઈન્જેક્શન આપતો હતો. પોલીસે આરોપી પાસેથી ઈન્જેક્શનો, દવાઓ અને મેડિકલ સાધનો મળીને કુલ રૂ. ૪,૪૩૯નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આરોપી સામે હારીજ પોલીસ સ્ટેશનમાં બીએનએસ-૨૦૨૩ની કલમ ૩૧૯ અને મેડિકલ પ્રેક્ટિશનર એક્ટની કલમ ૩૦ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. આ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિ લોકોના આરોગ્ય માટે જોખમી હોવાથી પોલીસે કડક કાર્યવાહી કરી છે. હારીજ પોલીસ આ કેસની વધુ તપાસ કરી રહી છે.

- June 8, 2025
0
150
Less than a minute
You can share this post!
editor