કોઈ ડમ્પર ચાલકને પકડી પોલીસ વાનમાં લઈ જવાતો હતો ત્યારે આ ઘટના બનતા પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી; પાટણ સાતલપુર પોલીસ સ્ટેશનના પીઆઈ ની પોલીસ વાનમાં સોમવારે મોડી રાત્રે કોઈ ડમ્પર ચાલકને પકડી પોલીસ મથકે લઈ જવાઈ રહ્યો હતો. ત્યારે સાતલપુર તાલુકાના સાણસરા ગામના ૧૦ થી વધુ વ્યક્તિ ના ટોળાએ સાંતલપુર પોલીસ સ્ટેશનના પીઆઈ ની પોલીસ વાન ઉપર પથ્થર મારો કરી વાનના કાચ ફોડી નુકસાન કર્યું હોય જે મામલે સાંતલપુર પોલીસે સાણસરા ગામના ૧૦ ઈસમોના નામ જોગ ૫૦ થી વધુ ના ટોળા સામે ફરિયાદ નોધી તપાસના ચક્રો ગતિમાન કયૉ હોવાનું જાણવા મળ્યું છે.
આ ઘટનાની આધારભૂત સૂત્ર તરફથી મળતી હકીકત મુજબ સોમવારની મોડી રાત્રે સાતલપુર પોલીસ સ્ટેશનના પીઆઇ ની પોલીસ વાનમાં વિસ્તારના કોઈ ડમ્પર ચાલકને કોઈ મામલે પોલીસ વાનમાં પોલીસ મથકે લઈ જવાઈ રહ્યો હતો. ત્યારે પોલીસ વાન સાતલપુર તાલુકાના સાણસરા ગામ પાસેથી પસાર થતાં સાણસરા ગામના ૧૦ જેટલા ઈસમો સહિત ૫૦ થી વધુ ના ટોળાએ વાનમાં બેઠેલ પોલીસ કંઈ વિચારે તે પહેલા જ વાન ઉપર પથ્થર મારો કરતાં અફડા તફડી મચી જવા પામી હતી આ પથ્થર મારાની ધટનામાં સાતલપુર પોલીસ સ્ટેશનના પીઆઈ ની પોલીસ વાનના કાચ પણ તુટી જવા પામ્યાં હતાં.
જોકે આ ધટનાની ગંભીરતાને લઈ સાતલપુર પોલીસ મથકે પોલીસ વાન પર પથ્થર મારો કરનાર સાણસરા ગામના ૧૦ વ્યકિતઓના નામ જોગ સહિત ૫૦ થી વધુ ના ટોળા સામે કાયદેસરની ફરિયાદ નોધી તપાસ નાં ચક્રો ગતિમાન કયૉ હોવાનું જાણવા મળ્યું છે. પાટણ જિલ્લાના સાતલપુર પોલીસ સ્ટેશનના પીઆઈ ની પોલીસ વાન પર થયેલ પથ્થર મારાની ધટનાને પગલે પોલીસ બેડામાં ખળભળાટ મચી જવા પામ્યો હોવાનું જાણવા મળ્યું છે.