રાંધણ ગેસના બાટલાઓમાંથી ગેસની ચોરી કરતા બે ઈસમોને પાટણ એસ.ઓ.જી પોલીસે રંગેહાથ ઝડપી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે. એસ.ઓ.જી પાટણના પોલીસ કર્મચારીઓ વાગડોદ પો.સ્ટે વિસ્તારમા પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન બાતમી હકીકત આધારે વાગડોદ પો.સ્ટે.ના ચારૂપ ગામના મલારપુરા નામથી ઓળખાતા પરામાં અશોકજી શિવાજી ઠાકોર પોતાના ઘરની બાજુમાં આવેલ ખુલ્લી જગ્યામાં ભારતગેસ એજન્સીના ગેસના બાટલા ભરેલ ગાડી માંથી ભારતગેસ એજન્સીનો માણસ ભેગા મળીને ભારતગેસના રાંધણગેસ
ના ભરેલ બાટલામાં ગે.કા.રીતે ખાલી ગેસના બાટલામાં રીફીંલીંગ કરે છે. જે આધારે હકીકતવાળી જગ્યાએ જતા જીતેન્દ્રકુમાર વિઠ્ઠલભાઇ શિવાભાઇ પરમાર ઉં.વ.૨૫ ધંધો. ભારતગેસ એજન્સીમાં ડિલીવરી બોય તરીકે નોકરી રહે.ઓઢવા તા.સરસ્વતી જિ.પાટણ તથા અશોકજી શિવાજી ચતુરજી જાતે.ઠાકોર ઉં.વ.ર૧ ધંધો. મજુરી રહે. મલારપુર તા.સરસ્વતી જિ.પાટણવાળાઓ હાજર હોય અને બન્ને જણ ભારતગેસના રાંધણગેસના ભરેલ બાટલામાં ગે.કા.રીતે ખાલી ગેસના બાટલામાં રીફીંલીંગ કરતા હોય જેઓને ગેસના બાટલા, લોખંડની ભુંગળીયો તથા છોટા હાથી એમ કુલ કિ.રૂ.૩,૪૦,૦૦૦/- ના મુદ્દામાલ સાથે રંગેહાથ ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.