પાટણ નિવૃત્ત અધિકારીએ વધુ નફાની લ્હાયમાં રૂ. ૧.૧૫ કરોડ ગુમાવ્યા

પાટણ નિવૃત્ત અધિકારીએ વધુ નફાની લ્હાયમાં રૂ. ૧.૧૫ કરોડ ગુમાવ્યા

સાઈબર ક્રાઈમ પોલીસમાં ફરિયાદ કરતાં તપાસ હાથ ધરાઈ; પાટણ ના એક નિવૃત્ત અધિકારીએ વધુ નફાની લ્હાયમાં રૂ. ૧.૧૫ કરોડ ગુમાવ્યા હોવાની સાઈબર ક્રાઈમ પોલીસ માં ફરિયાદ કરતાં તપાસ હાથ ધરાઈ હોવાનું જાણવા મળ્યું છે. આ બાબતે મળતી માહિતી મુજબ પાટણના નિવૃત્ત વયસ્ક અરવિંદભાઈ રામાભાઈ પટેલ (ઉ.વ. ૬૧) ને ૯ જેટલા અજાણ્યા સાયબર ગઠીયાઓએ તા.૧ માચૅ ૨૦૨૫ થી ૧૦ એપ્રિલ ૨૦૨૫ દરમ્યાન અલગ અલગ આઠ એકાઉન્ટમાં અલગ અલગ તારીખે તેમની પત્નીનાં એકાઉન્ટમાંથી ૨૬ વખત રૂ. ૧,૧૭, ૦૬,૦૦૦ની માતબર રકમ ટ્રાન્સફર કરાવીને તેમનો વિશ્વાસ જીતવા માટે રૂ. ૨,૦૫,૦૦૦ની રકમ જ ઉપાડવા દઈને તે સિવાયનાં કુલે રૂ. ૧,૧૫,૦૧,૦૦૦ની રકમ તેમને પરત નહિં આપીને તેમની સાથે સાયબર ક્રાઇમ ઠગાઇ આચરી હતી.

આ બાબતે તેમણે પાટણ સાઇબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોધાવતાં પોલીસે બીએનએસ ૩૧૬(૨),૩૧૮(૨), ૩૧૯(૨), ૩૪૦(૨), ૩૩૬ (૩), ૬૧(૨)(બી) તથા આઇટી એકટ ૬૫-સી, ૬૬-ડી, મુજબ ગુનો નોંધી વધુ તપાસ પાટણ સાયબર ક્રાઇક પોલીસ સ્ટેશનનાં પીઆઈ પી.વી.વસાવાએ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *