પાટણ રેલ્વે સ્ટેશનના નવીનીકરણની ગોકળગતિએ ચાલતી કામગીરી થી પાટણના નગરજનો નારાજ

પાટણ રેલ્વે સ્ટેશનના નવીનીકરણની ગોકળગતિએ ચાલતી કામગીરી થી પાટણના નગરજનો નારાજ

ગોકળ ગતીએ ચાલતી કામગીરી ઝડપી બનાવવા પાટણના સાંસદ રસ લે તેવી લોક માગ

પાટણમાં આવતી-જતી લાંબા અંતરની ટ્રેનોને વધુ સમયનું સ્ટોપેજ આપવા પણ મુસાફરોની માગ; પાટણ-ભિલડીનું રેલ જોડાણ થતા રાજસ્થાન, મુંબઇ સહિત દેશના બીજા ભાગો તરફથી આવતી જતી અનેક મહત્ત્વની ટ્રેનોને પાટણનું સ્ટોપેજ અપાયું છે જેને પાટણ ના નગરજનોએ આવકાર દાયક લેખાવ્યુ  છે. તો બીજી તરફ પાટણ રેલ્વે સ્ટેશનનું નવીનીકરણ કામ ચાલે છે જે ખૂબ ગોકળગાયની ગતીએ ચાલે છે જેને લઈને નગરજનોમાં નારાજગી પણ જોવા મળી છે.

પાટણ જિલ્લા મથકની સાથે સાથે પાટણ મા યુનિવર્સિટી,વર્લ્ડ હેરીટેઝ રાણકીવાવ અને સાયન્સ સેન્ટરના કારણે પ્રવાસીઓનો ધસારો પણ પાટણમાં વધ્યો છે આમ છતાં કેટલીક મહત્ત્વની ટ્રેનોનું સ્ટોપેજ પાટણ સ્ટેશને માત્ર બે મિનિટનું અપાયું છે, જે પેસેન્જરોને ખાસ કરીને વરીષ્ઠ નાગરીકોને ટ્રેન પકડવા અને ઉતરવામાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવા સાથે જોખમી બન્યો છે.

ખાસ કરીને હરીદ્વાર જેવા યાત્રાધામે જવા ભાવનગરથી ઉપડતી હરીદ્વારની ટ્રેન વાયા મહેસાણા-પાટણ-ભિલડી થઇને હરીદ્વાર જાય છે.ભાવનગરથી ઉપડતી આ ટ્રેન રાત્રે બે કલાકે પાટણ આવે છે. જ્યારે વળતા આ ટ્રેન હરીદ્વારથી ઉપડી વાયા ભિલડી થઇ વહેલી સવારે પાંચ વાગે પાટણ આવે છે. સપ્તાહમાં બે દિવસ ચાલતી આ ટ્રેનનો લાભ પાટણની જનતા લઇ રહી છે.પરંતુ આ ટ્રેનને પાટણમાં સ્ટોપેજ માત્ર બેમિનીટનું અપાયું હોવાના કારણે સામાન સાથેના મુસાફરો ખાસ કરીને વરીષ્ઠ નાગરીકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.

તાજેતરમાં હરીદ્વારથી ૬૦ જેટલા યાત્રિકો  વહેલી સવારે સામાન સાથે પાટણ સ્ટેશને ઉતરનાર હતા એ વખતે માત્ર બે મિનીટનું સ્ટોપેજના કારણે હજી તો વરીષ્ઠ નાગરીકો એવા મુસાફરો ઉતરતા હતા ત્યાં ટ્રેન ઉપડવા લાગતા એક મુસાફરે ચેન પુલીંગ કરી ટ્રેન રોકાવી દીધી હતી. પોલિસે આવી ચેન પુલીંગ બદલ મુસાફર સામે કાયદેસરની કાર્યવાહી કરી હતી. પાટણથી લાંબા અંતરની પસાર થતી મહત્ત્વની ટ્રેનોને બે નંબરના પ્લેટફોર્મ ઉપર ઉભી રખાય છે. આ પ્લેટફોર્મ ઉપર જરૂરી પ્રાથમિક સુવિધાઓનો સદંતર અભાવ છે. સામાન સાથે ઉતરતા મુસાફરોને પ્લેટફોર્મ નં. ૧ ઉપર જવા પ્લેટફોર્મના એક છેડે આવેલ સીડીનો ઉપયોગ કરવો પડે છે. સામાન સાથે આવેલ મુસાફરો ભારે હાલાકી ભોગવે છે. રેલ્વે સ્ટેશનના પૂર્વ બાજુ બહાર નિકળ

વાનો કોઇ માર્ગ નથી. રીક્ષા જેવું વાહન પણ મળતું નથી. પ્લેટફોર્મ નં. ૧ અને ૨ ઉપર સ્ટેશનના રીનોર્વેશનનું જે કામ ચાલે છે જે ખૂબ ગોકળગાયની ગતિએ ચાલે છે. પ્લેટફોર્મ ઉપર હજી સેડ પણ બનાવેલ નથી જેથી વરસાદ અને ગરમીમાં મુસાફરો હાલાકી ભોગવે છે. ત્યારે આ તમામ સમસ્યાની સાથે સાથે પાટણ માં ટ્રેનોના સ્ટોપેજ અને સ્ટેશન ઉપરની સુવિધાઓ બાબતે પાટણના ચૂંટાયેલા સાંસદ ભરતસિંહ ડાભી અંગત રસ લઈ પાટણના નગરજનોને ભોગવવી પડતી રેલવેની મુશ્કેલીઓ દુર કરાવે તેવી માગ પ્રબળ બની છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *