પાટણના ધારાસભ્ય દ્વારા “મારૂ બ્લડ મારા દેશ માટે” નામની લિંક બનાવી; વર્તમાન સમયમાં ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધ જેવી પરિસ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે ત્યારે આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને બ્લડની જરૂરિયાત ઊભી થતી હોય ત્યારે પાટણ રેડ ક્રોસ સોસાયટી દ્વારા શુક્રવારે શહેરના બગવાડા દરવાજા ખાતે બ્લડ ડોનેશન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું. રેડ ક્રોસ સોસાયટી પાટણ દ્વારા આયોજિત આ બ્લડ ડોનેશન કેમ્પમાં પાટણના ધારાસભ્ય ડો. કિરીટ પટેલ સહિતના રાજકીય- સામાજિક આગેવાનો,ડોક્ટરો, પાટણના પ્રબુદ્ધ નગરજનો સહિતનાઓએ સ્વૈચ્છિક રક્તદાન કરી અંદાજીત ૫૧ બોટલ બ્લડ એકત્રિત કરી દેશ સેવામાં પોતાનું યોગદાન આપ્યું હતું.
આ સાથે પાટણના ધારાસભ્ય ડો.કિરીટ પટેલ દ્વારા વર્તમાન ભારત પાકિસ્તાનની યુદ્ધ જેવી પરિસ્થિતિને ધ્યાને લઈ બ્લડની જરૂર પડે તો બ્લડ ડોનેશન કરનાર બ્લડ દાતાઓની યાદી બનાવવા માટે “મારું રક્ત મારા દેશ માટે” નામની ઓનલાઇન રજીસ્ટ્રેશન લીંક તૈયાર કરવામાં આવી છે. જે લીંક માં ઓનલાઇન રજીસ્ટ્રેશન કરનારા બ્લડ ડોનરોની યાદી તૈયાર કરી આપતકાલીન સમયે બ્લડની જરૂરિયાત ઉભી થાય તો આવા સ્વૈચ્છિક બ્લડ દાતાઓનો સંપર્ક કરવામાં આવશે તેવું પાટણ ધારાસભ્ય ડો.કિરીટ પટેલે જણાવ્યું હતું.