અંડર ગ્રાઉન્ડ વાયરીંગની કામગીરી દરમિયાન આ ભૂગર્ભ લાઈન લિકેજબની હોવાનું ધ્યાને આવ્યું
શહેરમાં અંડર ગ્રાઉન્ડ વાયરીંગ ની કામગીરી વિકાસ ની નહીં પરંતુ શહેરીજનોના વિનાશ ની બની છે : ભરત ભાટીયા
પાટણ શહેરનાં જુનાગંજ વિસ્તારમાં આવેલા નંદાપુરાની ખડકી ના રહીશો છેલ્લા એક મહિના થી ભૂગર્ભ ગટર ઉભરાવાની તેમજ પીવાનું ગંદુ પાણી આવવાની સમસ્યા થી ત્રાહિમામ પોકારી ઊઠયા છે. ત્યારે રવિવારે આ સમસ્યા ના નિરાકરણ માટે વિસ્તારના વિપક્ષના કોર્પોરેટર ભરતભાઈ ભાટિયા એ ભુગર્ભ ગટર શાખાના કમૅચારીઓ, અંડર ગ્રાઉન્ડ વાયરીંગ નું કામ કરી રહેલ એજન્સી ના કોન્ટ્રાક્ટર સહિતના સ્ટાફ સાથે જીસીબી મશીન દ્વારા ખોદકામ કરાવી તપાસ કરતાં અંડર ગ્રાઉન્ડ વાયરીંગ ની કરાયેલ કામગીરી દરમિયાન નંદાપુરા ખડકી ની ભૂગર્ભ ગટર લાઈન તોડી નાખી હોવાના કારણે નંદાપુરાની ખડકી ના રહીશો છેલ્લા એક મહિના થી ભૂગર્ભ ગટર ઉભરાવવાની અને પીવાનું ગંદુ પાણી આવવાની સમસ્યાથી પિડાતા હોવાનું જણાયું હતું.
ત્યારે પાટણ નગરપાલિકા ના વિપક્ષના વર્તમાન સ્થાનિક વોર્ડના કોર્પોરેટર ભરતભાઈ ભાટિયાએ પ્રાઈવેટ લિમિટેડ કંપની દ્વારા શહેરમાં ચાલી રહેલી અન્ડર ગ્રાઉન્ડ વાયરીંગ ની કામગીરી દરમિયાન જવાબદાર નગરપાલિકાના સ્ટાફને સાથે રાખીને અંડર ગ્રાઉન્ડ વાયરીંગ કરાવવા અપીલ કરી પાટણ નગરપાલિકા વિસ્તારના નાગરિકોને તકલીફ પડે નહીં તેમ જણાવ્યું હતું. સાથે સાથે તેઓએ નગર પાલિકાના સત્તાધીશો જે અંડર ગ્રાઉન્ડ વાયરીંગ ની કામગીરી ને વિકાસની કામગીરી કહી રહ્યાં છે તેને શહેરના વિનાશની કામગીરી ગણાવી આક્ષેપ કયૉ હતા કે જે કંપની અંડર ગ્રાઉન્ડ વાયરીંગ ની કામગીરી કરી રહી છે તેમાં પાટણ નગરપાલિકાના સત્તાધીશો કોઈ પણ પ્રકારનું ઇન્ફેક્શન કર્યા વગર કોન્ટ્રાકટર સાથે મિલીભગત કરી ભ્રષ્ટાચાર આચરી રહ્યા હોય જેના કારણે તેનો ભોગ પાટણની પ્રજા બની રહી હોવાનું જણાવી લિકેજ ભૂગર્ભ ગટર ની મરામત કામગીરી શરૂ કરાવતા વિસ્તારના રહીશોએ પોતાની સમસ્યા નિવારવા બદલ વિપક્ષના કોર્પોરેટર ભરતભાઈ ભાટિયા નો આભાર વ્યક્ત કર્યો હતો.