પાટણ પોલીસે કાળા કાચવાળી ગાડીઓ સામે પોલીસની કાર્યવાહી

પાટણ પોલીસે કાળા કાચવાળી ગાડીઓ સામે પોલીસની કાર્યવાહી

પાટણમાં તાજેતરમાં આઈજી દ્વારા લોક સંવાદમાં સ્થાનિક આગેવાન દ્વારા કાળા કાચ ની ગાડીઓ સામે કાર્યવાહી કરવા માંગ ઉઠી હતી. જેને ધ્યાને રાખી પાટણ એ-ડિવિઝન પોલીસે  ડ્રાઈવ કરી ૯ થી વધુ ગાડી સામે કાર્યવાહી કરી હોવાનું જાણવા મળ્યું છે.

પાટણ એ-ડિવિઝન પોલીસે સુદામા ચોકડીથી સાંઈબાબા ત્રણ રસ્તા સુધી કડક ચેકિંગ અભિયાન ચલાવ્યું હતું. આ કામગીરી દરમિયાન ૬ જેટલી ગાડીઓને ડિટેઇન કરી હતી. તેમજ નિયમોનું ઉલ્લંઘન કરનાર ૯ વાહનચાલકો સામે વિવિધ કલમો હેઠળ દંડ ફટકાર્યો હતો.

બીજી બાજુ પાટણ સીટી પોલીસે ટીબી ત્રણ રસ્તા નજીક ચેકિંગ દરમિયાન કાળા કાચવાળી ગાડીઓ પરથી કાળી ફિલ્મ ઉતારી તેમને દંડિત કર્યા હતા. ખાસ કરીને ‘રામાધણી’ નામ લખેલી નંબર પ્લેટ ધરાવતી ગાડીઓ સામે પોલીસે લાલ આંખ દેખાડી નિયમ વિરુદ્ધ પ્લેટ હટાવી લેવાઈ હતી.

 

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *