જવાબદાર નાગરિક તરીકે તમામ સરકારી કચેરીઓમાં હેલ્મેટના નિયમોનું પાલન કરી બીજા નાગરિકો માટે “રોલ મોડલ”નું ઉત્તમ ઉદાહરણ પાટણ જીલ્લા પોલીસે પુરૂ પાડયું છે. પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારીનાઓના પત્ર અન્વયે પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા સરહદી રેન્જ, ભુજ તથા પાટણ પોલીસ અધિક્ષક વી.કે.નાયી નાઓની સુચના મુજબ પાટણ જીલ્લાના તમામ સરકારી કર્મચારીઓ દ્વારા હેલ્મેટના નિયમોનું પાલન કરવા તથા જીલ્લામાં હેલ્મેટના નિયમોનું અમલીકરણ કરાવવા સારૂ તથા રોડ અકસ્માતથી થતાં મૃત્યુ તથા ગંભીર ઇજાઓ ઉપર અંકુશ લાવી શકાય તે સારૂ પાટણ જીલ્લાની તમામ સરકારી કચેરીઓના પ્રવેશદ્વાર પાસે મંગળવારે અસરકારક કાર્યવાહી કરાવી રાજ્યના જવાબદાર નાગરિક તરીકે હેલ્મેટના નિયમોનું પાલન કરી બીજા નાગરિકો માટે “રોલ મોડલ”નું ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડયું હતું. પાટણ શહેર સહિત જિલ્લાની તમામ સરકારી કચેરીઓમાં હેલ્મેટના નિયમોનું ઉલ્લંઘન કરનાર વિરુદ્ધ દંડની કાયૅવાહી પણ કરવામાં આવેલ હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું.

- February 12, 2025
0 158 Less than a minute
You can share this post!
editor
Related Articles
લક્ઝરીમાં લઈ જવાતો શંકાસ્પ ધી નો જથ્થો ઝડપી…
- February 21, 2025