પાટણ જિલ્લા પોલીસે વિદેશી દારૂના કેસો દરમ્યાન ઝડપેલા વિદેશી દારૂના જથ્થાનો શુક્રવારે ભૂતિયા વાસણા સ્થિત સરકારી અનાજ ગોડાઉન પાછળ બુલડોઝર ફેરવી નાશ કર્યો હોવાનું જાણવા મળ્યું છે. નાયબ પોલીસ અધિક્ષક કે.કે.પંડ્યાની દેખરેખ હેઠળ હાથ ધરવામાં આવેલ આ કાર્યવાહી મામલે મળતી માહિતી મુજબ પાટણ એ.ડિવિઝન, પાટણ તાલુકા,સરસ્વતી અને બાલિસણા પોલીસ સ્ટેશન દ્વારા દારૂના કુલ 17 કેસ કરી આ કેસોમાં જપ્ત કરાયેલ દારૂ અને બિયરની કુલ 1211 બોટલો કુલ કિંમત રૂપિયા 2,15,187 ના મુદામાલ નો શુક્રવારે સરસ્વતી તાલુકાના ભૂતિયા વાસણા સ્થિત સરકારી ગોડાઉન પાછળના ખુલ્લા મેદાનમાં પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓની ટીમની હાજરી માં બુલડોઝર ફેરવી પોલીસે કાયદેસરની પ્રક્રિયા હાથ ધરીને જપ્ત કરાયેલ દારૂનો નિકાલ કર્યો હોવાનું જાણવા મળ્યું છે.

- March 21, 2025
0
57
Less than a minute
You can share this post!
editor