મહેસાણા-અમદાવાદ હાઈવે પર આવેલા મધુવન કોમ્પ્લેક્ષમાંથી સીએનજી રિક્ષાની ચોરી થવાની ઘટના સામે આવી છે. રિક્ષા ચાલક એ મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. વિસનગર લિંક રોડ પર એ.કે.નગર સોસાયટીમાં રહેતા યુવકે 1 એપ્રિલના રોજ પેસેન્જર ફેરા પૂરા કર્યા બાદ પોતાની GJ02AU2504 નંબરની રિક્ષા મધુવન હોટલના પાર્કિંગમાં મૂકી હતી. ત્યારબાદ તે હોટલમાં નોકરી કરવા ગયો હતો. રાત્રે અઢી વાગ્યાના સુમારે રિક્ષા ચાલુ થવાનો અવાજ સંભળાયો. સાહિલ જ્યારે જોવા ગયો ત્યારે અજાણ્યા તસ્કરો રિક્ષા લઈને ફરાર થઈ ગયા હતા. આ સમગ્ર ઘટના હોટલના CCTV કેમેરામાં કેદ થઈ હતી. રિક્ષા ચાલકે ત્રણ દિવસ સુધી પોતાની રિક્ષા શોધવાનો પ્રયાસ કર્યો. રિક્ષાન મળતા તેણે મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશનમાં અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે CCTV ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે.

- April 6, 2025
0
215
Less than a minute
You can share this post!
editor
Related Articles
prev
next