પાટણ; ચોરીના મોટર સાયકલ સાથે એકની અટકાયત

પાટણ; ચોરીના મોટર સાયકલ સાથે એકની અટકાયત

પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક વી.કે.નાયી નાઓએ મિલ્કત વિરૂધ્ધના બનતા ગુનાઓ શોધી કાઢવા સારૂ કરેલ સુચના આધારે ચાણસ્મા પોલીસ સ્ટેશનના પીઆઈ આર.એચ.સોલંકી નાઓના સીધા માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફના માણસો વાહન ચેકીંગમાં હતા. તે દરમ્યાન સચોટ બાતમી હકીકત મળી આવેલ કે ઝાલા સુરેશજી અનુપજી વાઘાજી રહે. કેશણી તા.ચાણસ્મા જી.પાટણ ચાણસ્મા હાઇવે પોલીસ ચોકી આગળ રોડ ઉપર થી એક મોટર સાઇકલ લઇ નીકળનાર છે. જે મોટર સાઇકલ તેણે છળકપટ કે ચોરી કરેલ હોઇ જે હકીકત આધારે ટીમે તેને ઉભો રાખી મોટર સાઇકલ બાબતે પોકેટકોપમાં સર્ચ કરતાં ઉપરોક્ત મોટર સાઇકલ આજથી બે માસ અગાઉ ચાણસ્મા બસ સ્ટેશન ખાતેથી ચોરી થયેલ હોવાનુ જણાઇ આવતાં ટીમે ઉપરોક્ત શખ્સની ચોરીના મોટર સાયકલ સાથે અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *