મુસ્લિમ સમાજના આગેવાનો અને યુવાનો એ સ્વૈચ્છિક બ્લડ ડોનેટ કરી દેશ સેવામાં સહભાગી બન્યા; ભારત-પાકિસ્તાન યુદ્ધની સ્થિતિને ધ્યાનમાં રાખીને વિવિધ સેવાકીય અને સામાજિક સંસ્થાઓ સહિત વિવિધ સમાજો દ્વારા મારું રક્ત મારા દેશ માટે અભિયાન અંતર્ગત બ્લડ ડોનેશન કેમ્પના આયોજન કરી હજારો યુનિટ રક્ત એકત્ર કરવામાં આવી રહ્યું છે. ત્યારે આ દેશ સેવાના કાર્યમાં પાટણ મુસ્લિમ સમાજ પણ સહભાગી બની લહુ કી બુંદ દેશ કે નામ અંતર્ગત ઓપરેશન સિંદુર બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન શહેરની આશિષ વિદ્યાલય ખાતે કરવામાં આવ્યું હતું. પાટણ મુસ્લિમ સમાજ દ્વારા આયોજિત કરાયેલા આ બ્લડ ડોનેશન કેમ્પમાં મુસ્લિમ સમાજના આગેવાનો, યુવાનોએ સ્વૈચ્છાએ પોતાનું બ્લડ ડોનેટ કરી દેશ સેવાના કાર્યમાં સહભાગી બન્યા નો આનંદ વ્યક્ત કર્યો હતો.

- May 16, 2025
0
153
Less than a minute
You can share this post!
editor