ગુરૂવારે સાજે 4 વાગ્યા થી જનરેશન પ્રક્રિયા પૂર્ણ થતાં વેરા સ્વીકારવાનુ શરૂ કરવામાં આવ્યું; ગુજરાત શહેરી વિકાસ મિશન હેઠળની ઈ-નગર યોજના અંતર્ગત પ્રોપર્ટી અને પ્રોપટી ટેક્સ મોડ્યુલમાં ડેટા જનરેશનની પ્રક્રિયા 1 થી 3 એપ્રિલ દરમિયાન હાથ ધરાઈ હતી જે ગુરૂવારે 4 વાગે પૂણે થતા પાલિકા દ્વારા વેરા સ્વીકારવા ની કામગીરી શરૂ કરવામાં આવી હતી અને એક કલાક ના સમયમાં જ પાટણ પાલિકા ને રૂ. 1 લાખની આવક વેરા પેટે જમા મળી હોવાનું સુત્રો તરફથી જાણવા મળ્યું છે.
પાટણ સહિત રાજ્યની 146 નગરપાલિકાઓમાં નવા નાણાકીય વર્ષ માટે પ્રોપર્ટી ટેક્સની ડિમાન્ડ જનરેટ કરવાની કામગીરી 1 એપ્રિલથી ત્રણ એપ્રિલ સુધી ચાલુ રહી હતી ત્યારે આ સમયગાળા દરમિયાન ઈ-નગર પોર્ટલની પેમેન્ટ સ્ક્રીન બંધ રહી હતી જે નગરપાલિકાઓની ડિમાન્ડ જનરેશનની પ્રક્રિયા પૂર્ણ થતા ગુરૂવારે સાજે 4 વાગ્યા થી પેમેન્ટ સ્ક્રીન ક્રમશ ચાલુ કરવામાં આવી છે.
પાટણ નગરપાલિકા વેરા શાખાના સુપ્રીટેન્ડેન્ટ લક્ષ્મણભાઈ પટેલના જણાવ્યા અનુસાર, પ્રોફેશનલ ટેક્સ મોડ્યુલ માટે 1થી 3એપ્રિલ સુધી ડિમાન્ડ જનરેશનની પ્રક્રિયા ચાલી હતી નવા વર્ષના બાકી ડેટાને ઇ-નગર મોડ્યુલમાં અપલોડ કરવાની પ્રક્રિયા પૂર્ણ થતાં આજથી વેરા વસૂલાતની કામગીરી શરૂ કરવામાં આવી છે જોકે રાબેતા મુજબ વેરા સ્વીકાર ની કામગીરી શુક્રવારથી શરૂ કરવામાં આવશે આ વેરા સ્વીકારવાની કામગીરી પાટણ નગરપાલિકા ખાતે સવારે 10:30 થી સાંજે 5 વાગ્યા સુધી તેમજ ગાંધી બાગ માં આવેલ સેન્ટર ખાતે સવારે 10:30 થી સાંજના 4 વાગ્યા સુધી વેરા સ્વીકારવામાં આવશે નગર પાલિકા ખાતે ભીડ એકત્ર ના થાય તે માટે 6 કાઉન્ટર કાર્યરત કરવામાં આવ્યા છે. ક્યુઆર કોડ થી પણ વેરા સ્વીકારવા આવશે.
વધુ માં તેઓએ જણાવ્યું હતું કે જૂન મહિનાની 30 તારીખ સુધી પાણી વેરા તથા ડ્રેનેજવેરા પર કોઈ પણ પ્રકારની નોટિસ વગર સ્વીકારવામાં આવશે. ગુરૂવારે સાજે 4 વાગ્યા થી 5 વાગ્યા સુધીના એક કલાક ના સમયમાં જ રૂ. 1.13021ની અવાક વેરા પેટે જમા થઇ હોવાનું તેઓએ જણાવ્યું હતું.