પાટણ; પાલિકા દ્વારા ખાનસરોવર સ્થિત આવેલા મકાનોના માલિકોને નોટિસ જારી કરતાં વિવાદ સજૉયો

પાટણ; પાલિકા દ્વારા ખાનસરોવર સ્થિત આવેલા મકાનોના માલિકોને નોટિસ જારી કરતાં વિવાદ સજૉયો

વિસ્તારના રહિશો એ જગ્યા પાલિકાની નહિ પરંતુ કબ્રસ્તાનની હોવાનો દાવો કર્યો..!

પાટણ શહેરના ખાન સરોવર ફિલ્ટર પ્લાન્ટ નજીક આવેલા મકાનો ને લઈને વિવાદ સર્જાયો છે. પાટણ નગરપાલિકાએ સાંડેસર પાટી વિસ્તારમાં આવેલા ૨૦ જેટલા મકાનોને ખાલી કરવાની નોટિસ આપી છે. પાલિકા અનુસાર આ મકાનો નું બાંધકામ ગેરકાયદેસર છે.જોકે, રહીશોએ આ દાવાનો ઇનકાર કર્યો છે. રહીશોનું કહેવું છે કે, આ જમીન પાલિકાની નહીં પરંતુ કબ્રસ્તાન ટ્રસ્ટની માલિકીની છે.

સ્થાનિક રહીશોએ જણાવ્યું હતું કે, તેઓ છેલ્લા ૨૦ વર્ષથી અહીં વસવાટ કરે છે. તેમના જણાવ્યા મુજબ અગાઉ ભૂગર્ભ ગટર લાઈન નાખતી વખતે પણ ટ્રસ્ટીઓની મંજૂરી લેવામાં આવી ન હતી. વિસ્તારમાં તાજેતરમાં એક ભુવો પડ્યો છે. આ કારણે સ્થળ જોખમી બની ગયું છે. લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને પાલિકાએ સ્થળ ખાલી કરવાનો આદેશ આપ્યો છે.

રહીશોએ આર્થિક મુશ્કેલીઓનો મુદ્દો પણ ઉઠાવ્યો છે. તેમનું કહેવું છે કે, નાના બાળકો સાથે તેમને જવા માટે કોઈ વૈકલ્પિક વ્યવસ્થા નથી. આ મુદ્દે પાલિકા અને રહીશો વચ્ચે વિવાદ વધુ ગંભીર બનવાની શક્યતા છે.ત્યારે બુધવારે મુસ્લિમ આગેવાનો સાથે વિસ્તારના રહીશોએ પાલિકા વિરુદ્ધ દેખાવો પણ કર્યો હતો.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *