કુલે ૩૮,૦૦૦ મિલકત ધારકોએ એડવાન્સ વેરા ભર્યા : હવે નોટિસ ફી સાથે વેરાની વસુલાત કરાશે
પાટણ નગરપાલિકા દ્વારા શહેરની લગભગ ૮૦ હજાર મિલ્કતોનો સંયુક્ત વેરો સ્વીકારવાની તા. ૩૦ જુન છેલ્લી તારીખ હતી. હવે પછી વેરો ભરનારાઓને નોટિસ ફી સાથેનો વેરો ભરવો પડશે. પાટણ નગરપાલિકા દ્વારા ૨૦૨૫-૨૦૨૬ નો એપ્રિલથી ૩૦ જૂન સુધીનો ત્રણ માસની મુદત આપીને આ સમયગાળામાં વેરો ભરનારા મિલકત ધારકો ને કોઈ નોટિસ ફી ચૂકવવાની રહેતી નહોતી. પાટણ નગરપાલિકામાં આ ત્રણ મહિના દરમ્યાન ૩૮,૦૦૦ જેટલાં મિલકત ધારકો દ્વારા રૂ.૧૩.૧૯|કરોડનો એડવાન્સ વેરો ભરપાઈ કર્યો હોવાનું પાલિકાની વેરા શાખાના અધિકારી લક્ષ્મણભાઈ પટેલ અને સંજયભાઈ પટેલે જણાવ્યું હતું. હવે પછી પાટણ નગરપાલિકા જે બાકી વેરા મિલકત ધારકો છે તેમની પાસેથી નોટિસ ફી સાથેના વેરા બીલો જનરેટ કરીને જે તે બાકી મિલકત ધારકોને નોટિસ મોકલવામાં આવશે તેવું જણાવ્યું હતું.